બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / ભારતની નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે કર્યું પ્રથમ મતદાન, કરી જનતાને અપીલ
Last Updated: 09:41 AM, 20 May 2024
લોકસભા ચૂંટણી 2024ના 5મા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 3 અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સાથે જ આ તબક્કામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક-એક સીટ પર મતદાન થઈ રહ્યું છે.
ADVERTISEMENT
#WATCH | Actor Akshay Kumar shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.
— ANI (@ANI) May 20, 2024
He says, "...I want my India to be developed and strong. I voted keeping that in mind. India should vote for what they deem is right...I think voter… pic.twitter.com/mN9C9dlvRD
આજે મહારાષ્ટ્રમાં મતદાન થઈ રહ્યું છે અને બોલિવૂડ ખેલાડી કુમારે પહેલી વખત મતદાન કર્યું છે. ભારતીય નાગરિકતા મળ્યા બાદ પ્રથમ વખત મતદાન કરવા અંગે અક્ષય કુમારે કહ્યું કે,' હું ઈચ્છું છું કે ભારત વિકસિત અને મજબૂત રહે. મારો મત આના પર આધારિત છે. પહેલી વખત મતદાન કરીને સારું લાગ્યું..'
ADVERTISEMENT
આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરે પણ વોટ આપ્યો છે.
#WATCH | Maharashtra: Actor Farhan Akhtar and Director Zoya Akhtar show their inked fingers after casting their votes at a polling station in Mumbai.#LokSabhaElections pic.twitter.com/ESpxvZNuGN
— ANI (@ANI) May 20, 2024
મહારાષ્ટ્રમાં આજે ભિવંડી, ડિંડોરી, ધુલે, નાસિક, પાલઘર, કલ્યાણ, થાણે, મુંબઈ નોર્થ, મુંબઈ નોર્થ-વેસ્ટ, મુંબઈ નોર્થ ઈસ્ટ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ અને મુંબઈ સાઉથની લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. મુંબઈમાં લોકસભાની 6 બેઠકો છે. આ તમામ બેઠકો પર મતદાન થવાનું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ભારતી પવાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે અને ઉજ્જવલ નિકમ જેવા દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે.
આ સિવાય 5મા તબક્કાની આ ચૂંટણીમાં રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઓમર અબ્દુલ્લા, ચિરાગ પાસવાન, પીયૂષ ગોયલ અને રાજીવ પ્રતાપ રૂડી પણ સામેલ છે. આ સિવાય આરજેડીની રોહિણી આચાર્યના ભાવિનો પણ આજે નિર્ણય થવાનો છે. રાયબરેલી બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌ સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / 'ઉત્તરાખંડમાં તો મારા નામનું મંદિર છે', ઉર્વશી રૌતેલાના વિવાદિત નિવેદન પર પૂજારીઓ લાલઘૂમ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.