બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL મેચમાં KL રાહુલ-સંજીવ ગોયનકાની બબાલ બાદ ચર્ચામાં આવ્યા સુનીલ-આથિયા શેટ્ટી, ફની મીમ્સ VIRAL

સ્પોર્ટ્સ / IPL મેચમાં KL રાહુલ-સંજીવ ગોયનકાની બબાલ બાદ ચર્ચામાં આવ્યા સુનીલ-આથિયા શેટ્ટી, ફની મીમ્સ VIRAL

Last Updated: 04:46 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sanjiv Goenka KL Rahul: IPLની મેચ નંબર 57 સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૈઉ સુપર જાયન્ટ્સની વચ્ચે 8 મેએ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં SRHએ LSGને 10 વિકેટથી મ્હાત આપી.

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ નંબર 57 રનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌઉ સુપર જાયન્ટ્સની વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 8 મેએ રમાઈ. આ મેચમાં SRHએ LSGને 10 વિકેટથી મ્હાત આપી. ત્યાં જ હવે મેચમાં LSGના કેપ્ટન કેએલ રાહુલની ટીમના માલિક સંજીવ ગોયનકાની વચ્ચે વાતચીતને લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ સંજીવ ગોયનકાની બોડી લેન્ગવેજ જોઈને અંદાજો લગાવી રહ્યા છે કે તે ખૂબ જ ગુસ્સામાં કેએલ રાહુલ સાથે વાત કરી રહ્યા છે જે ન કરવું જોઈએ. ત્યાં જ આ વાતચીત બાદ સોશિયલ મીડિયા પર ઘણા ફની મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. તેમાં ઘણા મીમ્સ કેએલ રાહુલના સસરા સુનીલ શેટ્ટી અને તેમની પત્ની આથિયા શેટ્ટીને લઈને પણ હતા.

સંજીવ ગોયનકાની આલોચના

SRH અને LSG મેચ બાદ કેએલ રાહુલ સંજીવ ગોયનકાની સામે અસહાય જોવા મળ્યા. ત્યાં જ વીડિયો જોઈને કમેન્ટેટર પણ એવું કહી રહ્યા હતા કે આ પ્રકારની વાતચીત ડ્રેસિંગ રૂમની અંદર બંધ રૂમમાં થવી જોઈએ. ગોયનકા રાહુલની સાથે પોતાની આ વાતચીતમાં ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા. તે વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ