બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતમાં જન્મના 7 દિવસની અંદર જ બાળકોના થઇ રહ્યાં છે મોત! રિસર્ચમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

ચોંકાવનારો રિપોર્ટ / ભારતમાં જન્મના 7 દિવસની અંદર જ બાળકોના થઇ રહ્યાં છે મોત! રિસર્ચમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Last Updated: 12:58 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Childrens Mortality Rate Latest News : એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોટાભાગના મૃત્યુ પહેલા 7 દિવસથી 11 મહિના દરમિયાન થાય છે

Childrens Mortality Rate : ભારતમાં જન્મના 7 દિવસની અંદર જ બાળકોના મોત થઇ રહ્યાં હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, આપણે ત્યાં બાળકના જન્મની ખુશીની ક્ષણો અમુક લોકો માટે શોકની ક્ષણોમાં ફેરવાઈ જાય છે જ્યારે બાળક જન્મ્યાના થોડા જ દિવસોમાં મૃત્યુ પામે છે. એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોટાભાગના મૃત્યુ પહેલા 7 દિવસથી 11 મહિના દરમિયાન થાય છે.

આ સંશોધન જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત થયું છે. આ અભ્યાસ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના તમામ પાંચ અહેવાલોમાં નોંધાયેલા 5 વર્ષથી ઓછી વયના બાળકોના 2.3 લાખથી વધુ મૃત્યુના વિશ્લેષણ પર આધારિત છે. NFHSના પાંચ અહેવાલોના પરિણામો 1993, 1999, 2006, 2016 અને 2021 માં બહાર પાડવામાં આવ્યા હતા. અભ્યાસ અનુસાર 1993 અને 2021 વચ્ચે બાળ મૃત્યુમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યાં 1993માં મૃત્યુની સંખ્યા 1,000 બાળકો દીઠ 33.5 હતી, તે 2021માં ઘટીને 6.9 પ્રતિ 1,000 બાળકો પર આવી ગઈ.

આવો જાણીએ કઈ રીતે સંશોધન કરવામાં આવ્યું ?

સંશોધકોએ બાળ મૃત્યુદરને ચાર શ્રેણીઓમાં વિભાજિત કર્યો છે. પ્રારંભિક નવજાત એટલે કે જન્મના પ્રથમ 7 દિવસ, અંતમાં નવજાત એટલે કે 8-28 દિવસ, નવજાત પછી એટલે કે 29 દિવસથી 11 મહિના અને શિશુ 12-59 મહિના. તેઓએ જોયું કે, અગાઉ પ્રારંભિક નવજાત શિશુમાં 1,000 દીઠ 33.5 મૃત્યુ હતા, પરંતુ તેમાં ઘટાડો થયો છે અને તે 20.3 પર પહોંચી ગયો છે. અંતમાં નવજાત મૃત્યુ દર 1,000 દીઠ 14.1 થી ઘટીને 4.1 થયો છે. પ્રસૂતિ પછીનો મૃત્યુદર 31.0 થી ઘટીને 10.8 પ્રતિ 1,000 મૃત્યુ થયો છે.

આ સાથે સંશોધકોનું કહેવું છે કે, સમય જતાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે. 2016 થી 2021 સુધી કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર તમામ તબક્કામાં કથળી ગયો છે અને જો આ પેટર્ન ચાલુ રહે છે તો આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) ને પહોંચી વળવા સક્ષમ રહેશે નહીં.

વધુ વાંચો : એકસાથે 18 લાખ સિમકાર્ડ થઇ જશે બંધ! સરકારે તૈયાર કર્યો 15 દિવસનો એક્શન પ્લાન

શું છે યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ?

યુએનના SDGsમાં પ્રથમ 5 વર્ષમાં મૃત્યુદર ઘટાડીને 1,000 જીવંત જન્મ દીઠ 25 મૃત્યુ અને 2030 સુધીમાં પ્રથમ 28 દિવસમાં 1,000 જીવંત જન્મ દીઠ 12 મૃત્યુનો સમાવેશ થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો અને આઈઆઈટી મંડીના સંશોધકોએ અલગ-અલગ લક્ષ્યાંક નક્કી કર્યા છે. 21 રાજ્યો 2021 માં દર 1000 જન્મો માટે પ્રારંભિક નવજાત મૃત્યુદરને 7 સુધી ઘટાડવાના લક્ષ્યને પૂર્ણ કરી શક્યા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Childrens Mortality Rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ