બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Char Dham Yatra: યમુનોત્રીમાં વધુ 2 શ્રદ્ધાળુઓના મોત, જેમાં એક તો છે ગુજરાતી, મૃત્યુઆંક 17એ પહોંચ્યો
Last Updated: 01:36 PM, 20 May 2024
ચાર ધામની પવિત્ર યાત્રા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે અને 10મી મેથી આ યાત્રાનો પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે દર્શન માટે ભીડ જોવા મળી રહી છે. ચારધામ યાત્રા એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી આવનારા ભક્તોની સંખ્યાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આ બધા વચ્ચે અહીંથી જે સમાચાર સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં ગંગોત્રી-યમુનોત્રી ધામમાં કુલ 14 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને બદ્રીનાથ ધામમાં પણ ત્રણ મુસાફરોના મોતના અહેવાલ છે. આવી સ્થિતિમાં ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 17 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે.
તાજેતરમાં યમુનોત્રી યાત્રા દરમિયાન ગુજરાતના વડોદરા અને મહારાષ્ટ્રના એમ બે શ્રદ્ધાળુઓના મોતના સમાચાર સામે આવ્યા હતા. રિપોર્ટ અનુસાર આ તમામ મૃત્યુ હૃદય બંધ થવાના કારણે થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે મોટાભાગના મૃત્યુ વૃદ્ધ લોકોમાં થયા છે જેઓ અગાઉ હૃદય અને શ્વાસની તકલીફથી પીડાતા હતા. શેર કરવામાં આવેલ ડેટા અનુસાર 14 મે સુધી, 1.55 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ, 70,000 થી વધુ યમુનોત્રી અને 60,000 થી વધુ ગંગોત્રીની મુલાકાત લીધી છે.
હવે ચાર ધામની મુલાકાત લેવા માટે 4,000 મીટરથી વધુની ઊંચાઈ પર ચઢવું પડે છે. વૃદ્ધો અને બીમાર લોકો માટે આ યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. જ્યારે ભક્તો ઊંચાઈએ હોય છે ત્યારે પાતળી હવાને કારણે તેમના ફેફસાંમાં ઓછો ઓક્સિજન પહોંચે છે. આનાથી ફેફસાં અને હૃદય પર તણાવ વધે છે. આ જ કારણ છે કે ઘણા સ્વસ્થ લોકોને વધુ ઊંચાઈએ ચક્કર આવવા, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત ચાર ધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે, જેના કારણે પોતાના વારાની રાહ જોઈ રહેલા લોકોનો રોષ પ્રશાસન સામે ફાટી નીકળ્યો છે. લોકોએ પ્રશાસન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. લોકો 5-5 દિવસથી પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.