બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / બોલર્સ માટે માઠા સમાચાર: ફોર્મમાં પરત ફર્યો ભારતનો મેચ વિનર, જે T20 વર્લ્ડકપમાં મચાવશે તોફાન!
Last Updated: 10:12 AM, 18 May 2024
ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાના સૌથી મોટા મેચ વિનર હિટમેન રોહિત શર્મા ફોર્મમાં પાછા આવી ગયા છે. રોહિત શર્માનું ફોર્મમાં પાછું આવવું ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મોટી ખબર છે. જણાવી દઈએ કે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ રમાશે. પાકિસ્તાન સામે ભારતની મેચ 9 જૂન 2024એ ન્યૂયોર્કમાં હશે. આ ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનની ટીમો એક ગ્રુપમાં છે. રોહિત શર્માએ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ વિરોધી બોલરમાં ડર ઉભો કરી દીધો છે.
ADVERTISEMENT
પાછો આવ્યો મેચ વિનરનો ફોર્મ
ADVERTISEMENT
રોહિત શર્માએ શુક્રવારે લખનૌઉ સુપર જાયન્ટ્સના સામે IPL મેચમાં પોતાની વિસ્ફોટક બેટીંગથી ધૂમ મચાવી. મુંબઈ ઈન્ડિયને ભલે આ મેચમાં 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ રોહિતે પોતાની તાબડતોબ બેટિંગથી ફેંસને ખૂબ મનોરંજન આપ્યું.
રોહિત શર્માએ આ મેચમાં 38 બોલ પર 68 રનોની શાનદાર ઈનિંગ રમી. હિટમેને પોતાની આ ઈનિંગ વખતે 10 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. રોહિત શર્માએ 28 બોલમાં પોતાની હાફ સેન્ચુરી પુરી કરી. આ સમય દરમિયાન સ્ટાઈક રેટ પણ 178.95નો રહ્યો.
વધુ વાંચો: હવેથી વિદેશમાં પૈસા મોકલવા મોંઘુ બન્યું, SBIથી લઇને HDFC સુધીના ચાર્જિસમાં થયો ફેરફાર
ટી20 વર્લ્ડ કપ 2024માં તૂફાન મચાવશે રોહિત શર્મા
રોહિત શર્માએ પોતાની શાનદાર બેટિંગથી ટ્રેલર બતાવી દીધુ છે કે તે ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત માટે તૂફાન મચાવવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્મા સંભવતઃ પોતાની છેલ્લી ટી20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમી રહ્યા છે. એવામાં તે ભારતને ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડવા માટે પોતાનો પુરતો પ્રયત્ન કરશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ પોતાની એકમાત્ર ટી20 વર્લ્ડ કપની ટ્રોફી 17 વર્ષ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં જીતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT