બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવેથી વિદેશમાં પૈસા મોકલવા મોંઘુ બન્યું, SBIથી લઇને HDFC સુધીના ચાર્જિસમાં થયો ફેરફાર

બિઝનેસ / હવેથી વિદેશમાં પૈસા મોકલવા મોંઘુ બન્યું, SBIથી લઇને HDFC સુધીના ચાર્જિસમાં થયો ફેરફાર

Last Updated: 09:52 AM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sending Money Abroad Become Costly: ભારતથી મોટી સંખ્યામાં લોકો વિદેશ અભ્યાસ કરવા જાય છે. તેમાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારનું ખાસ સ્થાન છે. એવામાં જો તમે પણ પોતાના કોઈ સગા-સંબંધીને વિદેશમાં પૈસા મોકલવા માંગો છો તો હવેથી અલગ અલગ બેંક તેના પર ચાર્જ લેશે. જુઓ આખી લિસ્ટ...

હવેથી વિદેશ પૈસા મોકલવા મોંઘા પડી શકે છે. SBI, HDFC અને Axis સહિત ભારતના ઘણા એવા બેંક છે જે તમને વિદેશ પૈસા મોકલવાની સુવિધા આપે છે. હવે આ બેંકોએ પોતાના ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારી દીધા છે.

ભારતથી વિદેશ પૈસા મોકલવા માટે કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક એક સ્કીમ 'લિવરલાઈઝ્ડ રેમિટેંસ સ્કીમ' ચલાવવામાં આવે છે. આ સ્કીમ હેઠળ અભ્યાસ અને મેડિકલ ખર્ચા માટે કોઈ ભારતીય એક વર્ષમાં 2.5 લાખ ડોલર સુધીની રકમ ભારતથી વિદેશ મોકલી શકે છે. અત્યાર સુધી આ રકમને મોકલવા માટે કોઈ બેંક કોઈ ચાર્જ ન હતી લેતી. પરંતુ હવે મોટાભાગની બેંકોએ તેમાં વધારો કરી દીધો છે.

dollar-1

બેંકોના ટ્રાન્ઝેક્શન ચાર્જીસ

HDFC બેંક

જો તમે ભારતથી 500 ડોલર કે તેના બરાબર પૈસા વિદેશ મોકલો છો તો હવે HDFC બેંકમાં તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર 500 રૂપિયા અને અન્ય ટેક્સ ચુકવવા પડશે. આટલું જ નહીં જો આ રકમ 500 ડોલરથી વધારે છે તો ચાર્જ 1,000 રૂપિયા+ ટેક્સ થઈ શકે. વિદેશથી પૈસા મંગાવવા પર કોઈ ચાર્જ નથી.

ભારતીય સ્ટેટ બેંક

દેશના સૌથી મોટા બેંકમાં વિદેશ પૈસા મોકલવાના ચાર્જ અલગ અલગ દેશોની કરન્સીના આધાર પર અલગ અલગ છે. જોકે આ ચાર્જ પૈસા મોકલનારને નહીં પરંતુ પૈસા મેળવનારને ચુકવવા પડશે. SBIના આ ચાર્જ કરન્સી કન્વર્ઝન રેટથી લિંક્ડ છે.

DOLLER.jpg

ડોલરના ઉદાહરણથી સમજીએ તો 1000 ડોલર મોકલવા માટે SBIનું કમીશન 10 ડોલર બને છે. જ્યારે વિદેશમાં પૈસા ટ્રાન્સફરની ફેસિલિટી આપનાર બેંક પણ 1 ડોલરનો ચાર્જ લે છે ત્યારે જેને પૈસા મળે છે તેને 1000 ડોલરની જગ્યા પર 989 ડોલરની રકમ જ મળશે.

SBI ડોલર માટે 10 ડોલર, બ્રિટિશ પાઉન્ડ માટે 8 પાઉન્ડ, યુરો માટે 10 યુરો, કેનેડીયન ડોલર માટે 100 કેનેડીયન ડોલર અને સિંગાપુર માટે 10 સિંગાપુર ડોલરનો ચાર્જ લે છે.

વધુ વાંચો: જૂન મહિનાના અંતમાં શનિ ચાલશે ઉલટી ચાલ, ચમકી જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત

એક્સિસ બેંક

જો તમે એક દિવસમાં 50,000 ડોલર સુધીની રકમ વિદેશ મોકલો છો તો તમને એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. ત્યાં તેનાથી વધારે રકમ એક દિવસમાં મોકલવા માટે તમારે ટ્રાન્ઝેક્શન એમાઉન્ટના 0.0004 ટકા કમીશન આપવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

New Rules HDFC SBI ચાર્જિસ Money Abroad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ