બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:29 AM, 18 May 2024
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ-નક્ષત્રોનું રોશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક નિશ્ચિત સમય પુરો કર્યો બાદ બધા ગ્રહ એક રાશિથી નિકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોની આ ઘટનાને ગોચર કહેવામાં આવે છે.
ADVERTISEMENT

ગોચરનો સીધો સંબંધ દરેક 9 ગ્રહો અને 12 રાશિઓ પર પડે છે. સૂર્યથી લઈને કેતૂ સુધી બધા ગ્રહોના રાશિ પરવિર્તનનો સમય અલગ અલગ હોય છે. જેનો પ્રભાવ બધી રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક રીતે પડે છે.
ADVERTISEMENT
શનિદેવ હાલ કુંભ રાશિમાં છે અને 30 જૂને કુંભ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે. શનિની ઉલ્ટી ચાલથી દરેક 12 રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ જોવા મળશે. જાણો કઈ રાશિઓના જાતકોની કિસ્મત ચમકશે.
મેષ
ADVERTISEMENT
મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોને કરિયરમાં લાભ મળશે. લાંબા સમયથી રોકાયેલું ધન પરત મળશે. વેપારમાં નફો થશે. શનિદેવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

ADVERTISEMENT
મિથુન
મિથુન રાશિના જાતકોને શનિની ઉલ્ટી ચારથી દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ છે. ભાગ્યનો સાથ મળશે. સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.
ADVERTISEMENT
સિંહ
શનિની ઉલ્ટી ચાલથી સિંહ રાશિના જાતકોના જીવનમાં ખુશી આવશે. નોકરીયાત લોકો માટે પ્રગતિના યોગ બનશે. તેના ઉપરાંત આ વર્ષના અંત સુધી શનિ આ રાશિના જાતકોને સારો ફાયદો આપશે.
ADVERTISEMENT

કન્યા
કન્યા રાશિના જાતકોને વેપારમાં સફળતા મળશે. તમને અચાનકથી રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે. સરકારી નોકરીમાં સફળતાના પ્રબળ યોગ છે. તમારી આર્થિક સ્થિતિ સારી થશે અને વેપાર સાથે જોડાયેલી યોજનાઓમાં તમને ધન કમાવવાની તક મળશે.
વધુ વાંચો: તો શું ગૌતમ ગંભીર બનશે ટીમ ઇન્ડિયાનો આગામી હેડ કોચ? IPL વચ્ચે BCCIએ સાધ્યો સંપર્ક
ધન
ધન રાશિના જાતકોને કરિયરમાં શુભ ફળોની પ્રાપ્તિ થશે અને તમારી બધી યોજનાઓ સફળ થશે. ધનનું રોકાણ તમને સારૂ રિટર્ન આપશે. તમારા વેપારમાં આ સમયે સારી કમાણી થશે અને ધન સંપત્તિમાં વૃદ્ધિના યોગ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.