બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / તો શું ગૌતમ ગંભીર બનશે ટીમ ઇન્ડિયાનો આગામી હેડ કોચ? IPL વચ્ચે BCCIએ સાધ્યો સંપર્ક
Last Updated: 08:05 AM, 18 May 2024
ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પુરો થવા જઈ રહ્યો છે. એવામાં ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે નવા કોચ માટે અરજી પણ મંગાવી છે. દ્રવિડ પણ અરજી કરવાના પાત્ર છે. પરંતુ રિપોર્ટ અુસાર તે આ ભુમિકા માટે ફરી અરજી નહીં કરે. તેમણે ઘણા સમય પહેલા આ નક્કી કરી લીધુ હતું કે તે ટીમના હેડ કોચના રૂપમાં પોતાના કાર્યકાળને હવે વધુ આગળ નહીં વધારે.
ADVERTISEMENT
...તો ગંભીર બની શકે છે હેડ કોચ
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર BCCI ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન ગોતમ ગંભીરને નેક્સ્ટ કોચ બનાવવા માંગે છે. ગંભીર BCCIની વિશ લિસ્ટમાં ટોપ પર છે.
BCCIએ ગંભીર સાથે આ વાતને લઈને સંપર્ક કર્યો છે. IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પેનના પુરા થયા બાદ આગળની ચર્ચા થઈ શકે છે. BCCIએ હેડ કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27મે નક્કી કરી છે.
હાલના રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીરના ઉપરાંત સ્ટીફન ફ્લેમિંગ અને રિકી પોંટિંગ, જે વર્તમાનમાં ક્રમશઃ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સને કોચિંગ આપી રહ્યા છે તે હવે કોચ બનવાના દાવેદારોમાં છે. ભારતીય ટીમના નવા કોચની રેસમાં પૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સહેવાગ અને વીવીએસ લક્ષણનું નામ પણ ચાલી રહ્યું છે.
🚨 News 🚨
— BCCI (@BCCI) May 13, 2024
The Board of Control for Cricket in India (BCCI) invites applications for the position of Head Coach (Senior Men)
Read More 🔽 #TeamIndiahttps://t.co/5GNlQwgWu0 pic.twitter.com/KY0WKXnrsK
BCCIએ સોમવારે નવા હેડ કોચની અરજી મંગાવી હતી. હાલ દ્રવિડ જ ભારતીય ટીમના હેડ કોચના પદને સંભાળી રહ્યા છે. BCCIએ દ્રવિડને વનડે વર્લ્ડ કપ 2023 સુધી કોચ નિયુક્ત કર્યા હતા.
વધુ વાંચો: બ્રિટનની સરકાર વીઝાના નિયમોમાં કરશે મોટા ફેરફાર, બંધ થશે ગ્રેજ્યુએશન વીઝા રૂટ
પરંતુ તેના બાદ ભારતીય બોર્ડે ટી20 વર્લ્ડ કપ 2024 સુધી દ્રવિડનો કાર્યકાળ વધાર્યો હતો. આ વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટઈંડીઝની મેઝબાનીમાં રમાશે. પરંતુ આ પહેલા BCCIએ નવા કોચની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે નવા હેડ કોચનો કાર્યકાળ 3.5 વર્ષ માટે રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.