બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / યામી ગૌતમના ઘરે ગૂંજી કિલકારીઓ, આપ્યો પુત્રને જન્મ, નામનું કનેક્શન છે સીધું વેદો સાથે
Last Updated: 12:48 PM, 20 May 2024
અભિનેત્રી યામી ગૌતમ અને આદિત્ય ધર લાંબા સમયથી ચર્ચામાં હતા. જે દિવસથી અભિનેત્રીએ જાહેરાત કરી કે તે માતા બનવાની છે, એ દિવસથી ચાહકો આ કપલના ઘરે બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની રાહનો અંત આવ્યો છે અને યામી ગૌતમે પુત્રને જન્મ આપ્યો છે.
ADVERTISEMENT
Yami Gautam and Aditya Dhar have announced the birth of their son Vedavid. Congratulations! pic.twitter.com/0abnXEByVL
— t2 (@t2telegraph) May 20, 2024
આદિત્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આની જાહેરાત કરી હતી, જેના પછી ચાહકો એમને અભિનંદન પાઠવતા જોવા મળી રહ્યા છે. આદિત્ય દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, યામીએ અક્ષય તૃતીયા (10 મે)ના દિવસે પુત્રને જન્મ આપ્યો હતો. આદિત્યએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી અને તેમાં તેણે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું.
ADVERTISEMENT
It's a boy! ❤️#YamiGautam and #AdityaDhar welcome their son #Vedavid. pic.twitter.com/lJYIxFtnOu
— Filmfare (@filmfare) May 20, 2024
એમને ભારતીય પૌરાણિક કથાઓથી પ્રેરિત માતા અને પુત્રની તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એક નાનો રાજકુમાર અમારા ઘરે આવ્યો છે. વેદવિદ' જણાવી દઈએ કે, હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ નામનો અર્થ છે, 'વેદોમાં પારંગત વ્યક્તિ.'
પુત્ર વેદવિદના જન્મના સમાચાર શેર કર્યા બાદ ચાહકો અને સ્ટાર્સ યામી અને આદિત્યને અભિનંદન આપી રહ્યા છે. કેટલાક તેમને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે, તો ઘણા તેમના પુત્રના નામ વેદવિદના વખાણ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.