બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 6 ફેક્ટર્સ અને 17 વર્ષની રાહ..., જાણો કેવી રીતે RCBએ નસીબ પલટાવી દીધું, આ કારણોથી પ્લેઓફમાં મળી એન્ટ્રી

IPL 2024 / 6 ફેક્ટર્સ અને 17 વર્ષની રાહ..., જાણો કેવી રીતે RCBએ નસીબ પલટાવી દીધું, આ કારણોથી પ્લેઓફમાં મળી એન્ટ્રી

Last Updated: 01:11 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 RCB: RCB પોતાના ટોપ ઓર્ડરની શાનદાર બેટિંગ બાદ છેલ્લી ઓવરમાં યશ દયાલની બોલિંગથી 18મેએ રાત્રે આઈપીએલની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રનથી હરાવીને પ્લેઓફ માટે ક્વોલીફાય કરનાર ચોથી અને છેલ્લી ટીમ બની. કોલકત્તા નાઈટરાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા જ પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી ચુકી છે.

આ સીઝનમાં આરસીબીએ પોતાના નામે બેંગ્લોરથી બદલીને બેંગ્લુરૂ કરી નાખ્યુ અને કેચલાઈનને નવી શરૂઆતમાં બદલી નાખી. પરંતુ એક સમયે શરૂઆતની આઠ મેચમાં સાત હારની સાથે ટૂર્નામેન્ટથી બહાર થવાના આરે આવી ગયેલી આરસીબીએ એવું તો શું કર્યું કે બાજી પલટાઈ ગઈ. જાણો તે ફેક્ટર્સ વિશે.

virat-kohali-6

વિરાટ કોહલીનો ફોર્મ

વિરાટ કોહલીએ પર્પલ પેચ મેળવી લીધો છે અને સીઝનમાં મોટાભાગે ઓરેન્જ કેપ તેમની પાસે રહી છે. છતાં જ્યારે ટીમની સ્થિતિ ખરાબ હતી તો તેમનું પ્રદર્શન નહીં પરંતુ તેમનો સ્ટ્રાઈક રેટ ચર્ચાનો વિષય બન્યો.

વિરાટ કોહલીએ આ સીઝનમાં 155.60ની સ્ટ્રાઈક રેટથી એક સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરીની સાથે 708 રન બનાવ્યા. એવામાં નોક આઉટ મેચમાં પણ આજ ફોર્મ રહે તેવી આશા રાખવામાં આવી રહી છે.

rcb-fafdu

ધ ફાફ ફેક્ટર

ફાફ ડુપ્લેસિસ RCB ડગઆઉટમાં બેઠેલા સિલેક્ટેડ લોકોમાંથી એક છે જે જાણે છે કે આઈપીએલ ટ્રોફી ઉઠાવવી કેવી લાગે છે. તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે બે વખતે એવું કર્યું છે. 38 વર્ષીય ખેલાડી પ્રેશન હેન્ડલ કરી શકે છે અને જરૂર પડવા પર સારૂ પ્રદર્શન કરી શકે છે.

RCB

પાટીદારનો જોરદાર પ્રહાર

પાંચ હાફ સેન્ચુરી અને 180ની સ્ટ્રાઈક રેટની સાથે પાટીદારે વિરાટ કોહલીના બાદ ટીમમાં બીજી સ્ટાર ભારતીય બેટ્સમેનની કમી પુરી કરી દીધી છે. તેમણે સતત ફાસ્ટ ગતિથી રન બનાવ્યા અને તેમની સૌથી મોટી ખાસિયત લાંબી સિક્સ મારવાની ક્ષમતા રહી છે.

rcb-6

વિદેશી ફ્લેવર

મેક્સવેલ અને રેસી ટોપલે- વિલ જેક, કેમરૂન ગ્રીનનું ખરાબ ફોર્મ RCB માટે મોટી ચિંતાનો વિષય હતું. પરંતુ સીઝનના બીજા ભાગમાં વિલ જેક્સનનનું શાનદાર પ્રદર્શન રહ્યું. તેમણે જબરદસ્ત બેટિંગ કરી. એક સેન્ચુરી પણ મારી, કેમરન ગ્રીને એક ઓલરાઉન્ડરની ભુમિકા નિભાવી. જેણે ટીમને વિદેશી ખેલાડીઓને ઈન્સ્પાયર કર્યા.

વધુ વાંચો: જો-જો ક્યાંક વધારે પડતી કેરી ખાવાનો શોખ મોંઘો ના પડી જાય, થઇ રહ્યો છે આ ખતરનાક ખેલ!

શાનદાર બોલિંગ

બોલિંગ ઘણી વખત RCBની કમજોરી સાબિત થઈ છે. સીઝનના પહેલા ભાગમાં આજ સ્થિતિ હતી. પરંતુ બીજા પાર્ટમાં અનુશાસન અને સટીકતા બોલિંગનું મુખ્ય આકર્ષણ રહી. કેમરન ગ્રીન અને લોકી ફર્ગ્યુસન જેવા વિદેશી ફાસ્ટ બોલરે મોહમ્મદ સિરાજ અને યશ દયાનનો ખૂબ સાથ આપ્યો. વાપસી કરનાર મેક્સવેલ અને સ્વપ્નિલ સિંહે પોતાની કાચ્ચી પાક્કી સ્પિનથી આરસીબીની બોલિંગ લાઈન-અપ મજબૂત કરી.

સંકળાયેલા મુદ્દાઓ

Virat Kohli RCB IPL 2024 પ્લેઓફ Faf Du Plessi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ