બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગોધરા બૂથ કેપ્ચરિંગ મામલે 1 પોલીસ કર્મી સહિત 6 સસ્પેન્ડ, 11 મેએ રિપોલિંગની વીડિયોગ્રાફીનો નિર્ણય

લોકસભા ચૂંટણી 2024 / ગોધરા બૂથ કેપ્ચરિંગ મામલે 1 પોલીસ કર્મી સહિત 6 સસ્પેન્ડ, 11 મેએ રિપોલિંગની વીડિયોગ્રાફીનો નિર્ણય

Last Updated: 06:54 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Booth Capturing: ગોધરામાં બૂથ કેપ્ચરિંગ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, મતદાન મથકના 4 અને 2 પોલીસકર્મી સહિત 6 કર્મચારી સસ્પેન્ડ કરાયા છે

દાહોદનાં સંતરામપુરાનાં પરથમપુર અને ગોધરામાં મતદાન મથકે બુથ કેપ્ચરીંગનો મામલેો મતદાન થયું હતું. જેમાં બુથ કેપ્ચરીંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો. ચૂંટણી પંચે 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો હતો. પોલીગ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાશે. પરથમપુરા ગામનાં પોલીંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

બુથ કેપ્ચરીંગ મામલે કાર્યવાહી

દાહોદ લોકસભા બેઠક પર સંતરામપુરમાં અને ગોધરામાં મતદાન મથક પર બુથ કેપ્ચરીંગનો મામલો સામે આવ્યો હતો. જે મુદ્દે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સંતરામપુરમાં બૂથ પર ફરજ બજાવતા અમદાવાદના પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ રાહુલ જીલુને ટ્રાફિક પૂર્વના DCP સફીન હસને સસ્પેન્ડ કર્યા છે.

પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયો

વિગતે જણાવીએ તો સંતરામપુરમાં પરથમપુર ગામે શાળાના 220 નંબરના બૂથ પર પોલીસકર્મી રાહુલ જીલુ બંદોબસ્તમાં હતા. જે પોલીસ કર્મી આઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેમને ચૂંટણી અર્થે બંદોબસ્તમાં દાહોદ મોકલવામાં આવ્યા હતા. જ્યાં બુથ કેપ્ચરીંગની ઘટના બની છે.

ગોધરામાં 6 કર્મચારી સસ્પેન્ડ કરાયા

તો બીજી તરફ દાહોદ બાદ ગોધરામાં બૂથ કેપ્ચરિંગ કરવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મતદાન મથકના સ્ટાફને સસ્પેન્ડ કરાયા છે. મતદાન મથકના 4 અને 2 પોલીસકર્મી સહિત 6 કર્મચારી સસ્પેન્ડ કરાયા છે. મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યવાહીનો ધમધમાટ ચલાવ્યો છે. આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર તેમજ પોલિંગ ઓફિસર યોગેશ સોલ્યા અને પોલિંગ ઓફિસર મયુરિકા પટેલને સસ્પેન્ડ કરાયા છે, તો સાથો સાથ પોલીસ કર્મચારી રાહુલ, રમણભાઈ માલીવાડને પણ સસ્પેન્ડ કરાયા છે.

વાંચવા જેવું: ભરૂચમાં CIDએ કરી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, હનીટ્રેપનો શિકાર બન્યાનો ખુલાસો

સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનું નિવેદન

દાહોદમાં બૂથ કેપ્ચરિંગને લઇ સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 11મી મે ના રોજ શનિવારે મતદાન ફરી કરવાનો નિર્ણય લેવાયો છે. રિપોર્ટને ધ્યાને લઇને કેન્દ્રીય ચૂંટણીપંચે 7મી મેના મતદાનને રદ જાહેર કર્યુ છે. સંતરામપુરના બૂથ પરથમપુરમાં અનિમિયતતાની બાબત ધ્યાને આવી છે. રિપોર્ટ મંગાવ્યો હતો તે ચૂંટણીપંચને આપ્યો હતો અને 5 કર્મચારી અને 1 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. અનિમિયતતા થઇ છે તે રિપોર્ટમાં સામે આવ્યું છે. રિપોલિંગની વીડિયોગ્રાફી થશે અને સસ્પેન્ડેડ કર્મચારી સામે ખાતાકીય તપાસ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ