બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોવેક્સિનની સાઇડ ઇફેક્ટ્સ પર આવી મોટી અપડેટ, BHUના રિપોર્ટ પર ICMRએ ઉઠાવ્યા સવાલ

અપડેટ / કોવેક્સિનની સાઇડ ઇફેક્ટ્સ પર આવી મોટી અપડેટ, BHUના રિપોર્ટ પર ICMRએ ઉઠાવ્યા સવાલ

Last Updated: 03:26 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICMR Reprimind on Vaccine Research Latest News : BHUમાં Covaxinની આડઅસરો અંગે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું જે એક વિદેશી જર્નલમાં પ્રકાશિત થયું અને પછી મીડિયામાં Covaxinની આડઅસરો અંગે ઘણા અહેવાલો આવ્યા, હવે ICMRએ ઉઠાવ્યા સવાલ

ICMR Reprimind on Vaccine Research : કોવેક્સિનની સાઇડ ઇફેક્ટ્સને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં BHUમાં Covaxinની આડઅસરો અંગે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધન એક વિદેશી જર્નલમાં પ્રકાશિત થયું હતું જેના પછી મીડિયામાં Covaxinની આડઅસરો અંગે ઘણા અહેવાલો આવ્યા હતા. આ સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત વાયોટેક દ્વારા વિકસિત કોરોના સામે કોવેક્સિનની ગંભીર આડઅસર સામે આવી રહી છે. નવા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, જે લોકોએ કોવેક્સિન રસી લીધી હતી, તેમાંથી 30 ટકા લોકોએ અમુક પ્રકારની આડઅસર જોવા મળી હતી. જેના કારણે મહિલાઓમાં પીરિયડ્સ સંબંધિત મોટી સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRએ આ સંશોધન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

ICMR એ આપ્યું મોટું નિવેદન

આ તરફ હવે ICMR એ ન્યુઝીલેન્ડ સ્થિત ડ્રગ સેફ્ટી જર્નલ અને BHU ના સંપાદકને આપેલી નોટિસમાં લખ્યું છે કે, જે સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રસી લેતા લોકોમાં ગંભીર આડઅસર જોવા મળી હતી. એક વર્ષનો અભ્યાસ તે સંશોધન સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા તથ્યો પર આધારિત છે. આને ICMR સાથે કોઈ લેવાદેવા નથી. ICMRએ આ માટે ન તો કોઈ ટેકનિકલ મદદ આપી છે કે ન તો કોઈ નાણાકીય સહાય. ICMRએ લખ્યું છે કે, અભ્યાસમાં Covaxin નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તેની અસરનો એક વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો પરંતુ જે લોકોએ રસી નથી લીધી તેની સાથે તેની કોઈ સરખામણી નથી. તો પછી કેવી રીતે સમજવું કે આ આડઅસરો ફક્ત રસી લેનારાઓને જ થઈ છે. જે આડઅસરોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે પણ સામાન્ય આડઅસરો છે અને કોઈપણ વ્યક્તિને થઈ શકે છે.

જાણો બીજું શું કહ્યું ICMRએ ?

ICMRએ કહ્યું છે કે, અભ્યાસમાં સામેલ લોકોની પૃષ્ઠભૂમિ અને તેમને પહેલાથી જ કેવા પ્રકારની સમસ્યાઓ હતી તેનો કોઈ ઉલ્લેખ નથી. આના પરથી એ કેવી રીતે જાણી શકાય કે રસી લીધા પછી જ વ્યક્તિને આડઅસર થઈ છે? આવી સ્થિતિમાં તેને કોવિડ-19 રસી સાથે જોડવું બિલકુલ યોગ્ય નથી. આ અભ્યાસમાં જે રીતે એક હજારથી ઓછા વ્યક્તિઓનો ડેટા લેવામાં આવ્યો તે પણ સંપૂર્ણપણે એકતરફી છે. રસપ્રદ વાત એ છે કે સર્વેમાં ભાગ લેનારા લોકો પાસેથી ફોન પર માહિતી લેવામાં આવી હતી અને તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ હકીકત પણ ગેરમાર્ગે દોરનારી છે કારણ કે આ કિસ્સામાં કોઈ શારીરિક તપાસ કે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. આ તમામ ખોટા તથ્યોના આધારે ICMRએ જર્નલને તેનો સંદર્ભ તાત્કાલિક દૂર કરવા કહ્યું છે.

વધુ વાંચો : Char Dham Yatra: યમુનોત્રીમાં વધુ 2 શ્રદ્ધાળુઓના મોત, જેમાં એક તો છે ગુજરાતી, મૃત્યુઆંક 17એ પહોંચ્યો

BHU દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ સ્ટ્રોક અને ગુઇલેન બેરે સિન્ડ્રોમ પણ એક ટકા લોકોમાં જોવા મળ્યા હતા. આ સિવાય ટીનેજ લોકોમાં ત્વચા સંબંધિત રોગો, ચેતા સંબંધી સમસ્યાઓ અને સામાન્ય વિકૃતિઓ જેવી સમસ્યાઓ પણ જોવા મળી હતી. આ બધા સિવાય 5.8 ટકા લોકોમાં સ્નાયુ સંબંધિત સમસ્યાઓ પણ જોવા મળી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે Covaxin લેતી 4.6 ટકા મહિલાઓને પીરિયડ્સ સંબંધિત ગંભીર સમસ્યાઓ હતી અને આંખની સમસ્યાઓ પણ Covaxin ની આડઅસરો તરીકે જોવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Covaxin ICMR ICMR Reprimind on Vaccine Research
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ