બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:40 PM, 20 May 2024
IPLની પ્રથમ સ્ટેજની 70 મેચો પુરી થઈ ગઈ છે, પોઇન્ટ ટેબલમાં KKR પહેલા નંબરે, SHR બીજા, RR ત્રીજા અને RCB ચોથા નંબરે રહ્યું છે. જેમાં RCBની ટીમ માંડ માંડ પ્લે ઑફમા સામેલ થઇ છે. RCBએ છેલ્લા 6માંથી 6 મુકાબલા જીતીને પોતાની જગ્યા પ્લેઑફમાં બનાવી છે. તેવામાં હરભજન સિંહે RCBને લઇ ભવિષ્યવાણી કરી છે.
ADVERTISEMENT
Harbhajan Singh 🗣️ “ I feel that RCB and KKR will play the final. If that happens Kohli and Gambhir will be back to face each other. RCB can win the trophy from this point, they have fought hard for each run”pic.twitter.com/Y1G1LwSw0L
— Vipin Tiwari (@Vipintiwari952_) May 20, 2024
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે ભવિષ્યવાણી કરતા જણાવ્યું છે કે, RCB ફાઈનલમાં પોંહચશે. સાથે તેને પ્રીડિક્શનમાં એ પણ જણાવ્યું છે કે, ફાઈનલમાં RCB સામે કઈ ટીમ ટકરાશે. હરભજન સિંહના મત મુજબ RCB અને KKR વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાશે. હરભજનકહ્યું કે, કોહલી અને ગંભીર ફાઈનલમાં ટકરાશે.
ADVERTISEMENT
સાથે તેને એવી પણ ભવિષ્યવાણી કરી છે કે, આ ફાઈનલમાં RCB જીતી જશે. તેને આગળ જણાવ્યું કે, RCB એક એક રન માટે જોરદાર મહેનત કરી રહી છે. જો તેને આ એનર્જી સાથે જ રમવાનું ચાલુ રાખ્યું તો તેમને હરાવવા મુશ્કેલ રહેશે.
ઉલ્લેખનીય છે કે, RCB પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. તેને ફાઈનલમાં પોંહચવા માટે હજુ પણ ઉપરા- ઉપર બે મેચો જીતવી પડશે. જેમાં 22મીએ RR સામે એલિમિનેટરની મેચ અને આ મેચમાં જીત મળે તો 24મીએ બીજી ક્વોલીફાયર મેચ પણ જીતવી પડશે. તો જ RCB ફાઈનલમાં પોંહચી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT