બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કેવી રીતે અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયા 4 ખૂંખાર આતંકી? DGP વિકાસ સહાય જણાવ્યું સંપૂર્ણ ઓપરેશન

નિવેદન / કેવી રીતે અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયા 4 ખૂંખાર આતંકી? DGP વિકાસ સહાય જણાવ્યું સંપૂર્ણ ઓપરેશન

Last Updated: 05:35 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: DGPએ જણાવ્યું કે, તારીખ 19 અને 20 મેના રોજ હવાઈ માર્ગે અને રેલવે માર્ગે આતંકીઓ આવવાની બાતમી મળી હતી.

ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા હોવાની વિગતો ખૂલી છે. જે મુદ્દે DGPએ જણાવ્યું કે, બાતમીને એનાલિસ કર્યા બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું.

'ખાનગી વોચ રાખવામાં આવી હતી'

DGP પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 19 અને 20 મેના રોજ હવાઈ માર્ગે અને રેલવે માર્ગે આ આતંકીઓ આવવાની બાતમી મળી હતી. ત્યારે તેમની ખાનગી વોચ રાખવામાં આવી અને તેમને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આતંકીઓ ચેન્નાઈથી અમદાવાદ ઈન્ડિગો ફ્લાઈટમાં આવ્યા હતાં. જેઓ 19મીના રોજ સવારે 3 વાગ્યે શ્રી લંકાથી ચેન્નઈ પહોંચ્યા હતાં.

આરોપીને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા

એરપોર્ટથી ઝડપાયેલા આતંકી મામલે મોટો ખુલાસો થયો છે. ATSના વડા વિકાસ સહાયે ખુલાસો કરતા કહ્યું કે, ઝડપાયેલા આરોપી ઇસ્લામિક સ્ટેટની કટ્ટર વિચારધારા ધરાવતા આતંકીઓ છે. પાકિસ્તાની હેન્ડલર અબુ બકર બગદાદીની સૂચનાથી આ તમામ ભારતમાં દહેશત ફેલાવવાના હતા. આ આકંતીઓ યહૂદી, ખ્રિસ્તી, BJP અને RSSના સભ્યોને ટાર્ગેટ કરવાના હતા. ઝડપાયેલા આરોપીના ફોનમાંથી 5 શંકાસ્પદ ફોટો મળ્યા છે. જેમાં હથિયાર લેવાની સૂચનાનિં લોકેશન હતું. મોહમદ નુસરથ નામનો આરોપી પાકિસ્તાનના વેલીડ વીઝા ધરાવે છે. આ તમામ આરોપી શ્રીલંકન રેડિકલ મિલિટન્ટ આઉટફિટ નેશનલ તૈહીથ જમાતના સભ્યો હતા. જેના પર શ્રીલંકન સરકારે 2019માં પ્રતિબંધ મુક્યો હતો. જેથી આ આરોપી ઈસ્લામિક સભ્યો બન્યા હતા. આ તમામ લોકોએ ઈસ્લામિક સભ્યો બનવા માટે શપથ પણ લીધી હતી. પાકિસ્તાનના હેડલરે આ તમામ આરોપીને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા

અટકાયત કરેલા ચારેય ઈસમોના કબ્જામાંથી પોલીસને શું મળી આવ્યું ?

મોહમ્મદ નુસરથ પાસેથી એક મોબાઈલ ફોનમાંથી તેઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ IS સાથે જોડાવવા હીજરા કરવા, અબુ બકર બગદાદી દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા તથા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા BJP અને RSSના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવ્યા છે.

આ ઈસમો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોટોન ડ્રાઈવમાં 05 ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. જે ફોટોગ્રાફ્સ 1. પાણીની કેનાલ, 2. મોટા પત્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખેલ કોઇ વસ્તુ. 3. બ્રાઉન સેલોટેપ વીંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ, 4. ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુ બાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્ટલ આકારના પાર્સલ તેમજ 5. ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગઝીનના હોવાનું જણાઈ આવ્યું છે.

આ ઈસમો દ્વારા ઉપયોગમાં લેવાતા Protonmailમાં એક સેલ્ફ ઈ-મેઈલ મળી આવેલો છે, જેમાં કોઈ જગ્યાના Geo Co-ordinates લખેલ હતો.

વાંચવા જેવું: છોટા ઉદેપુરનું તુરખેડા ગામ, જ્યાં 4 કિમી ડુંગરા ખુંદી મહિલાઓ પાણીનો મેળવવા છે મજબૂર

જે સંદર્ભે ટ્રાન્સલેટર મારફતે ઉપરોક્ત ઈસમોની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'ઈસ્લામિક સ્ટેટ' (IS)ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે, તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે.

સંકળાયેલા મુદ્દાઓ

DGP Statement Four Terrorists Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ