બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વગર મેચ રમે કેવીરીતે ફાઇનલમાં પહોંચી શકશે કોલકાતા નાઇટરાઇડર્સ, સમજો સમીકરણ

IPL 2024 / વગર મેચ રમે કેવીરીતે ફાઇનલમાં પહોંચી શકશે કોલકાતા નાઇટરાઇડર્સ, સમજો સમીકરણ

Last Updated: 03:35 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 તેના છેલ્લા સ્ટેજમાં છે. 21 મેના રોજ તેની પ્રથમ ક્વોલીફાયરની મેચ રમાશે. પરંતુ જેમ છેલ્લી કેટલીક મેચોમાં જે રીતે વરસાદે ખેલ બગડ્યો તેમ આ ક્વોલીફાયરની મેચમાં પણ વરસાદે ખેલ બગડ્યો તો શું થશે તે અંગે તમને માહિતી આપીશું.

IPL 2024ની 70મી મેચ બાદ પ્લે ઓફનુ શિડ્યૂલ તૈયાર થયું હતું. KKR અને RR વચ્ચે વરસાદના કારણે મેચ ધોવાઈ જતા રાજસ્થાનની ટીમ બીજા નંબરની જગ્યાએ ત્રીજા નંબરે પોંહચી ગઈ હતી. SRHની ટીમે પંજાબને તેની છેલ્લી મેચ હરાવી હોવાથી તે 17 પોઇન્ટ સાથે બીજા નંબરે પોંહચ્યુ હતું. RRની ટીમના પણ 17 પોઇન્ટ હતા પરંતુ તેની રન રેટ ઓછી હોવાના કારણે તે ટીમ ત્રીજા નંબરે ધકેલાઈ છે. જેથી RRની ટીમને એલિમિનેટર રમવી પડશે. તો બીજી તરફ એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે છે કે KKRની ક્વોલીફાયરની મેચ રમ્યા વગર પણ સીધી ફાયનલમાં પોંહચી શકે છે.

Playoffsનું શિડ્યૂલ

  • 21 મે 2024, પ્રથમ ક્વોલીફાયર: KKR vs SRH
  • 22 મે 2024, એલિમિનેટર: RCB vs RR
  • 24 મે 2024, બીજી ક્વોલીફાયર: ક્વોલીફાયરની પ્રથમ મેચમાં હરનારી ટીમ vs એલિમિનેટરની જીતનારી ટીમ
  • 26 મે 2024, ફાયનલ: પ્રથમ ક્વોલીફાયર જીતનારી ટીમ vs બીજી ક્વોલીફાયર જીતનારી ટીમ

જો પ્રથમ ક્વોલીફાયરમાં વરસાદ પડે તો

21 મે 2024ના રોજ KKR vs SRHની પ્રથમ ક્વોલીફાયરની મેચ અમદાવાદમાં રમાશે. અત્યારે તો આ મેચમાં વરસાદની સંભાવના દેખાતી નથી પરંતુ જો વરસાદ પડે છે તો કેવી સ્થિતિ ઊભી થઇ શકે છે તે અંગે જણાવીશું.

જો અમદાવાદમાં રમાનાર પ્રથમ ક્વોલીફાયરની મેચમાં વરસાદ પડે છે તો 5-5 ઓવરની મેચ રમાડવાનો પ્રયાસ થશે. જો 5-5 ઓવરની પણ મેચ નહીં રમી શકાય તો સુપર ઓવર રમાડાશે. ભારે વરસાદના કારણે સુપર ઓવર પણ ન રમી શકાય તેમ હોય તો KKRને તેનો લાભ મળશે, KKRની ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ નંબર પર હોવાથી તેના રેન્કિંગના કારણે KKR સીધી ફાયનલમાં પોંહચી જશે.

વધુ વાંચોઃ મહેસાણામાં ઓરેન્જ, તો સાબરકાંઠામાં... જુઓ ક્યાં કયું એલર્ટ અપાયું? 45.3 ડિગ્રી સાથે ડીસા બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર

વરસાદના કારણે પ્રથમ ક્વોલીફાયરની મેચ ધોવાઈ જાય છે તો KKR ભલે સીધી ફાયનલમાં પોંહચી જાય પરંતુ SHRની ટીમને ત્રીજા અને ચોથા નંબરની વચ્ચેની મેચમાં જે જીતે તેની સાથે 24મી મેના રોજ રમવા મળશે. અને આ બીજી ક્વોલીફાયરની મેચ જીતનારી ટીમ ફાયનલ રમશે.

સંકળાયેલા મુદ્દાઓ

sports Cricket IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ