બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / "લોકો યાદ રાખશે", પ્લે ઓફની મેચ પહેલા આ દિગ્ગજ ખેલાડીએ આપ્યો રિટાયરમેન્ટનો સંકેત

સ્પોર્ટ્સ / "લોકો યાદ રાખશે", પ્લે ઓફની મેચ પહેલા આ દિગ્ગજ ખેલાડીએ આપ્યો રિટાયરમેન્ટનો સંકેત

Last Updated: 03:38 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dinesh Karthik Latest News : RCBમાંથી રમતા દિનેશ કાર્તિકે પ્લે ઑફની મેચ પહેલા જ પોતાના રિટાયરમેન્ટનો સંકેત આપી દીધા છે. 38 વર્ષના આ વિકેટકીપરે ભાવુક સંદેશમાં પોતાના સન્યાસની હિન્ટ આપી દીધી છે.

Dinesh Karthik : દિનેશ કાર્તિકનું આ IPLમાં ફોર્મ શાનદાર રહ્યું છે. તેને ફિનીશર તરીકે બેંગ્લોર માટે જોરદાર ઇનિંગ્સો રમી છે. પરંતુ આ સીઝન તેની છેલ્લી IPL હોઈ શકે છે. કાર્તિકે પોતાના રિટારમેન્ટનો સંકેત આપી દિધો છે. 38 વર્ષનો દિનેશ કાર્તિક ધોની પહેલા ઇન્ડિયાની ટીમમાં આવી ગયો હતો. પરંતુ ફોર્મના કારણે તેને બહાર જવું પડ્યું હતું. અત્યારે RCBની ટીમ પ્લે ઓફમાં પોંહચી ગઈ છે તેવામાં દિનેશ કાર્તિકના રિટારમેન્ટના સ્ટેટમેન્ટથી ખલબલી મચી છે.

શનિવારે CSK સામેની નિર્ણાયક મેચમાં કાર્તિકે 6 બોલમાં 14 રનની ઈનિંગ રમી જીતમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. દિનેશ કાર્તિક બીજી વખત RCBમાંથી રમી રહ્યો છે. અગાઉ 2015ની સીઝનમાં રમ્યો હતો, અને અત્યારે બીજી સીઝન રમી રહ્યો છે. આ સીઝનમાં RCBનું સફર ખૂબ રોમાંચક રહ્યું છે. IPLના ફર્સ્ટ હાફમાં RCB 8માંથી 1 જ મેચ જીતી શક્યું હતું. RCBની ટીમ છેલ્લી 6માંથી 6 મેચ જીતીને જોરદાર રીતે પ્લે ઓફમાં સામેલ થયું છે.

દિનેશ કાર્તિકનું ઈમોશનલ સ્ટેટમેન્ટ

કાર્તિકના મતે ભવિષ્યમાં RCBમાંથી બીજી ટીમો પણ શીખશે. RCB આગળની 8માંથી 7 મેચ હર્યું છતાં તેને કમબેક કર્યું. કાર્તિકે કહ્યું કે, "લોકો આ સફરને યાદ રાખશે. જેવી રીતે અમે 8 મેચ પછી કમબેક કર્યું છે. અમારે 6 મેચ જીતવાની હતી. લોકો આ ટીમને યાદ રાખશે. IPLમાં દરેક સીઝનમાં એવી 1-2 ટીમો હશે જે 7 મેચમાં 1-2 મેચ જ જીતી હશે. તે અમને યાદ કરીને કહેશે કે RCBએ આ કરીને બતાવ્યું હતું અમે પણ કરીને બતવશું. આપણે એટલા માટે જ રમીએ છીએ કે લોકો તમારું અનુકરણ કરે, અમે જે હાંસિલ કર્યું છે તે એકદમ ખાસ છે."

વધુ વાંચો : 6 ફેક્ટર્સ અને 17 વર્ષની રાહ..., જાણો કેવી રીતે RCBએ નસીબ પલટાવી દીધું, આ કારણોથી પ્લેઓફમાં મળી એન્ટ્રી

કાર્તિકના કરિયરમાં રહ્યો ઉતાર-ચઢાવ

દિનેશ કાર્તિક ધોની પહેલા પણ ઇન્ડિયાની ટીમમાં સામેલ થઈ ગયો હતો. પરંતુ ખરાબ ફોર્મના કારણે તે વારંવાર ટીમની અંદર બહાર થયો છે. તેને ટીમમાં પરમીનેન્ટ જગ્યા મળી જ નથી. તે સપ્ટેમ્બર 2004માં તેની પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. અને છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2022માં T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે રમ્યો હતો. તે અત્યાર સુધી 94 વન ડે, 26 ટેસ્ટ, અને 60 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. જેમાં તેને ક્રમશ: 1752, 1025 અને 686 રન કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dinesh Karthik IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ