બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / શેરબજારમાં 7 લાખ કરોડ ડૂબવા પાછળ સામે આવ્યાં આ મોટા કારણ, નવા રોકાણકારો ધ્યાન રાખે

કારોબાર / શેરબજારમાં 7 લાખ કરોડ ડૂબવા પાછળ સામે આવ્યાં આ મોટા કારણ, નવા રોકાણકારો ધ્યાન રાખે

Last Updated: 06:16 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં 7 લાખ કરોડ ડૂબવા પાછળ 3 મોટા કારણ સામે આવ્યાં છે. શેરબજારમાં પૈસા રોકનારા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરુર છે.

ગુરુવારે શેરબજારમાં ભારે મોટો કડકો બોલી જતાં રોકાણકારોને 7 લાખ કરોડથી પણ વધારે ગુમાવવાનો વારો આવ્યો હતો. આટલા મોટા ઘટાડા પાછળ 3 મોટા કારણ સામે આવ્યાં છે જેનાથી જ શેરબજાર ક્રેશ થયું હતું. ગુરુવારનો કડાકો અઠવાડિયાનો સૌથી મોટો કડાકો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 75000થી ઘટીને 72 હજારની નજીક પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 22,750થી તૂટીને 21,957 પર બંધ થયો છે.

શરુઆતમાં સારુ રહ્યું, જોરદાર પ્રોફિટ બુકિંગને કારણે વેચવાલી હાવી

શરુઆતનું ટ્રેડિંગ સારુ રહ્યું પરંતુ ત્યાર બાદ જોરદાર પ્રોફિટ બુકિંગને કારણે વેચવાલી હાવી થઈ જતાં બજાર ધરાશાયી થઈ ગયું હતું અને રોકાણકારોના 7 લાખ કરોડ ડૂબી ગયાં હતા. કેટલીક કંપનીઓના નબળા પરિણામોને કારણે પણ શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. નિફ્ટીની પણ માર્કેટ પર નેગેટિવ અસર પડી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) અને લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)એ બજારના કડાકામાં મોટી ભૂમિકા ભજવી છે.

બજાર તૂટવાના મુખ્ય કારણ

(1) જોરદાર પ્રોફિટ બુકિંગને કારણે વેચવાલી હાવી થઈ

(2) કેટલીક કંપનીઓનું નબળું પરિણામ

(3) લાર્સન એન્ડ ટુબ્રોએ બજારના કડાકામાં મોટી ભૂમિકા ભજવી

(4) નિફ્ટીની પણ માર્કેટ પર નેગેટિવ અસર

30માંથી 25 શેર્સ 'બેસી' ગયાં

બીએસઈ લિસ્ટેડ ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર 5 શેરોમાં વધારો થયો હતો. ટાટા મોટર્સના શેરમાં લગભગ 2 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.48 ટકા, એસબીઆઇના શેરમાં 1.27 ટકા અને ઇન્ફોસિસ, એચસીએલના શેરમાં નજીવો વધારો થયો છે.

એલએન્ડટી સૌથી મોટી લોસર કંપની

સૌથી મોટો ઘટાડો એલએન્ડટીના શેરમાં જોવા મળ્યો હતો. આ પછી, એશિયન પેઇન્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઇટીસી, બજાજ ફાઇનાન્સ અને ઈન્ડસઇન્ડ બેંકના શેરમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો છે.

વધુ વાંચો : એક ઝટકામાં ઉડ્યાં 7 લાખ કરોડ, રાતા પાણીએ રોયા રોકાણકારો, આ શેર્સમાં સૌથી વધારે કડાકો

એક ઝટકામાં 7.3 લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં પૈસા રોકનારાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મોટા કડાકામાં રોકાણકારોએ 7.3 લાખ કરોડ ગુમાવ્યાં હતા. ગુરુવારે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 7.3 લાખ કરોડ રૂપિયા ઘટીને 393.73 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે એક દિવસ પહેલા 400 લાખ કરોડ રૂપિયાના આંકડા પર હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ