બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
Last Updated: 02:32 PM, 8 May 2024
આજ કાલ લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધતો જાય છે. ગુજરાતનાં ઘણાં લોકો કેનેડામાં ભણવા તેમજ વેપાર અર્થે સ્થાયી થયા છે. કેનેડાનાં વિઝા વિશે વાત કરીએ તો કેનેડાની સરકાર અલગ અલગ પ્રકારના વિઝા ઈશ્યૂં કરે છે. જેથી તમે કેનેડામાં પ્રવેશ કરી શકો છે. સુપર વિઝા પણ તેમાંથી એક છે.
ADVERTISEMENT
એવામાં હાલ કેનેડામાં રહેતાં લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છ. કેનેડા 21 મેથી પેરેન્ટ્સને 35,700 સુપર વિઝા મોકલવા માટે તૈયાર છે. હવે જે લોકો 2020માં એમના માતાપિતા અને દાદા-દાદી સુપર વિઝા માટે ફોર્મ સબમિટ કર્યું હોય એમની માટે આ સમાચાર કામના છે. સાથે જ જે લોકોએ ફોર્મ સબમિટ નથી કર્યું એ લોકો પાસે પણ હજુ તેમના માતાપિતા અને દાદા-દાદીને કેનેડા બોલાવવાની તક છે.
ADVERTISEMENT
જે લોકો કેનેડામાં સ્થાયી છે એટલે કે જે લોકો પાસે કેનેડામાં પરમેનેન્ટ રેસિડન્ટ છે એ લોકો તેના માતાપિતા કે ગ્રાન્ડ પરેન્ટ્સ એટલે કે દાદા-દાદી અથવા નાના-નાનીને કેનેડા એમની પાસે રહેવા બોલાવી શકે છે. જણાવી દઈએ કે આ વિઝા સાથે પરેન્ટ્સ કે ગ્રાન્ડ પરેન્ટ્સ કેનેડામાં 5 વર્ષ સુધી ત્યાં રહી શકે છે. સાથે જ તેને બે વર્ષ માટે એક્સ્ટેન્ડ કરી શકાય છે.
અરજી કરનાર કેનેડાના પરમેનેન્ટ રેસિડન્ટ અથવા રહેવાસી જોવા જોઈએ
બાયોલોજિકલ અથવા તો એડોપ્ટેડ બાળકો સ્પોન્સર તરીકે અરજી કરી શકે
સ્પોન્સર કરનાર માટે જરૂરી આવક કે નિર્ધારીત માપદંડની આવક હોવી જોઈએ
એક વ્યક્તિ માટે વાર્ષિક આવક 27,514 ડોલર, બે વ્યક્તિ માટે 34,250 ડોલર જરૂરી
ત્રણ વ્યક્તિ માટે 42,100 ડોલર અને ચાર વ્યક્તિના પરિવાર માટે 51,128 ડોલરની આવક જરૂરી
પાંચ વ્યક્તિનો પરિવાર સુપર વિઝા ઈચ્છતા હોય તો વાર્ષિક આવક 57,988 ડોલર હોવી જોઈએ.
જણાવી દઈએ કે આ સુપર વિઝાએ ટેમ્પરરી વિઝા છે જેમાં માતાપિતા કે ગ્રાન્ડ પરેન્ટ્સ એટલે કે દાદા-દાદી અથવા નાના-નાની પરિવાર સાથે રહેવા માટે નિર્ધારિત વર્ષો સુધી રહેવા જઈ શકે છે. જેમાં 5 વર્ષ સુધી સ્ટે અને 10 વર્ષ સુધી મલ્ટિપલ એન્ટ્રી મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT