બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાની રાષ્ટ્રપતિના કાફલાનું હેલિકોપ્ટર ક્રેશ, ઈબ્રાહીમ રઈશી સુરક્ષિત? બચાવ માટે ટીમો દોડી

BIG BREAKING / ઈરાની રાષ્ટ્રપતિના કાફલાનું હેલિકોપ્ટર ક્રેશ, ઈબ્રાહીમ રઈશી સુરક્ષિત? બચાવ માટે ટીમો દોડી

Last Updated: 07:17 PM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર અઝરબૈજાનમાં ક્રેશ થયું છે. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમના કાફલામાં સામેલ બાકીના બે હેલિકોપ્ટર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા છે. રઈસીના હેલિકોપ્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈશીને લઈ જતું હેલિકોપ્ટર અઝરબૈજાનમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સવાર લોકોની શું હાલત છે તે હજુ સુધી જાણી શકાયું નથી. રાષ્ટ્રપતિ રઈશીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે મંત્રીઓ અને અધિકારીઓને લઈ જતા હતા. જો કે તે બંને હેલિકોપ્ટર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ઈરાનના રાષ્ટ્રપતિની સાથે તબરીઝના શુક્રવારની નમાજના ઈમામ સૈયદ મોહમ્મદ-અલી અલ-હાશેમ અને વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન પણ હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઈબ્રાહિમ રયશીીના કાફલા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ડ્રોનનો ઉપયોગ કરીને કાફલાની શોધ કરવામાં આવી રહી છે.

ઈરાનના રાષ્ટ્રપતિ અઝરબૈજાનના પ્રવાસે છે

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ અઝરબૈજાની રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવને મળ્યા હતા. બેઠક બાદ રઈસીએ કહ્યું કે ઈરાન અને રિપબ્લિક ઓફ અઝરબૈજાન પેલેસ્ટિનિયન લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે કારણ કે બંને પક્ષો ઝિઓનિસ્ટ શાસનને નફરત કરે છે. પેલેસ્ટાઇનનો મુદ્દો ઇસ્લામિક વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે અને ઈરાન અને અઝરબૈજાની દેશોને પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં અને ઝિઓનિસ્ટ શાસન પ્રત્યેની તેમની નફરતમાં કોઈ શંકા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

rescueoperation IbrahimRaisi helicoptercrashes IranianPresident Iran
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ