બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:48 PM, 19 May 2024
માણસોથી લઈને પ્રાણીઓ સુધી... દરેકને પાંચ જ આંગળીઓ કેમ હોય છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે મનુષ્ય સહિત વિશ્વના મોટાભાગના મૈમલ્સ પ્રાણીઓને માત્ર પાંચ આંગળીઓ જ કેમ હોય છે?
ADVERTISEMENT
શા માટે માત્ર પાંચ આંગળીઓ છે?
બધા મૈમલ્સ પ્રાણીઓને પાંચ આંગળીયો હોતી નથી. ખૂંખાર પ્રાણીઓ અથવા વ્હેલની જેમ. જ્યારે કૂતરો, બિલાડી, વાંદરો આ એવા જીવો છે જે મૈમલ્સ પ્રાણીઓ છે પરંતુ તેમના પંજામાં પાંચ આંગળીઓ છે.
ADVERTISEMENT
વૈજ્ઞાનિકોના મતે પાંચ આંગળીઓની પાછળ હોક્સ જીનનો કમાલ હોય છે. વાસ્તવમાં હોક્સ જીન પ્રોટીનને એન્કોડ કરે છે જે અન્ય જનીનોની પ્રવૃત્તિને નિયંત્રિત કરવામાં અને તેમને શરૂ કરવામાં અથવા રોકવામાં મદદ કરે છે.આપણે સાદી ભાષામાં સમજીએ તો હોક્સ જનીન નક્કી કરે છે કે ગર્ભનો વિકાસ થાય ત્યારે શરીરમાં કયું અંગ હશે. હકીકતમાં ટેટ્રાપોડ્સની હાડપિંજર પેટર્નની રચનામાં હોક્સ જનીનો ખૂબ પ્રભાવશાળી છે.
જ્યારે વૈજ્ઞાનિકોને પૂછવામાં આવ્યું કે આંગળીઓવાળા જીવનો પ્રથમ જન્મ ક્યારે થયો હતો, તો એક વૈજ્ઞાનિક સ્ટીવર્ટે જણાવ્યું કે લગભગ 360 મિલિયન વર્ષો પહેલા કોઈપણ જીવમાં પહેલીવાર આંગળીઓનો વિકાસ થયો હતો.જો કે તે સમય દરમિયાન તે જીવોને 8 આંગળીઓ હતી. પરંતુ ધીરે ધીરે તે જીવોના જીન બદલાતા ગયા અને તેમની પાંચ આંગળીઓ વિકસિત થઈ છે.
આ પણ વાંચોઃ દૂધવાળી ચાના શોખીનો ચેતજો! ICMRએ આપી સ્પષ્ટ ચેતવણી, આ રોગો કરશે ઘર
જ્યારે બીીજી પણ એક થીયરી છે. આ થીયરી મુજબ પાંચથી વધુ આંગળીઓ માનવ સહિત ઘણા સસ્તન પ્રાણીઓમાં પરિવર્તન તરીકે થાય છે. સૈન ડિએગોના ડેવલપમેંટલ જેનેસિસ્ટ કિમ્બર્લી કૂપર પણ પોલીડેક્ટીલીના મ્યુટેશનલ આધાર સાથે સંમત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.