બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / ખેડૂતના બે છેડા કેવી રીતે ભેગા થશે! દેવાના આંકડાની સ્થિતિ ચિંતાજનક, ઉપાય ક્યારે?

મહામંથન / ખેડૂતના બે છેડા કેવી રીતે ભેગા થશે! દેવાના આંકડાની સ્થિતિ ચિંતાજનક, ઉપાય ક્યારે?

Last Updated: 09:07 PM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના ખેડૂતોના માથે છેલ્લા 10 વર્ષમાં દેવું વધ્યું છે. 10 વર્ષમાં રાજ્યના ખેડૂતોની લોનમાં 48 હજાર 53 કરોડનો વધારો થયો છે

ગુજરાતના ખેડૂતોના માથે બેંક લોન વધી છે.. છેલ્લા એક દાયકામાં ખેડૂતોના માથે બેંક લોનનો વધારો થયો છે. ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે આ સંવેદનશીલ મુદ્દો છે.. સતત વધતી લોન અને સરવાળે દેવામાફીની વાત આ મુદ્દો ગંભીર છે. સવાલ ઘણા છે..

શું ખેડૂતોની આવક અને ખર્ચનું બેલેન્સ જળવાતું નથી?

શું ખેડૂતોને ખેતીના ક્ષેત્રમાં યોગ્ય કમાણી થતી નથી?

શું ખેડૂત હવે ઓછી આવક થાય એવા પાક લેવાનું પસંદ કરતો જ નથી?

શું ખેડૂત દેવું કર્યા વગર ખેતી કરી શકે એ શક્ય છે?

ગુજરાતના ખેડૂતોની સ્થિતિ શું?

ગુજરાતની ખેડૂતોની સ્થિતિ એ છે કે રાજ્યના ખેડૂતોના માથે છેલ્લા 10 વર્ષમાં દેવું વધ્યું છે. 10 વર્ષમાં રાજ્યના ખેડૂતોની લોનમાં 48 હજાર 53 કરોડનો વધારો થયો છે. ગુજરાતના ખેડૂતોના માથે 82 હજાર 753 કરોડની લોન છે.

રાજ્યના ખેડૂતોની વર્ષ દિઠ બાકી લોન પર નજર કરીએ

2014 34100 કરોડ

2015 38200 કરોડ

2016 44800 કરોડ

2017 50600 કરોડ

2018 57100 કરોડ

2019 60944 કરોડ

2020 63349 કરોડ

2021 70723 કરોડ

2022 74134 કરોડ

2023 82753 કરોડ

હવે કયા રાજ્યમાં ખેડૂતોની કેટલી લોન બાકી છે તેના પર નજર કરીએ તો

તમિલનાડુ

રૂપિયા 2 લાખ 88 હજાર 990 કરોડ

આંધ્રપ્રદેશ

રૂપિયા 2 લાખ 8 હજાર 418 કરોડ

ઉત્તરપ્રદેશ

રૂપિયા 1 લાખ 91 હજાર 365 કરોડ

કર્ણાટક

રૂપિયા 1 લાખ 53 હજાર 440 કરોડ

રાજસ્થાન

રૂપિયા 1 લાખ 26 હજાર 980 કરોડ

મહારાષ્ટ્ર

રૂપિયા 1 લાખ 21 હજાર 765 કરોડ

વીતતા વર્ષો સાથે ખેડૂતોની લોનની રકમ સતત વધતી ગઇ છે.. વર્ષ દીઠ રાજ્યના ખેડૂતની વધતી લોન પર નજર કરીએ

2015

4100 કરોડનો વધારો

2016

6600 કરોડનો વધારો

2017

5800 કરોડનો વધારો

2018

6500 કરોડનો વધારો

2019

3844 કરોડનો વધારો

2020

2405 કરોડનો વધારો

2021

7374 કરોડનો વધારો

2022

3411 કરોડનો વધારો

2023

8619 કરોડનો વધારો

રાષ્ટ્રીય સ્તરે ખેડૂતોની બાકી લોનના આંકડા પર નજર કરીએ

2021

15 લાખ 18 હજાર 112 કરોડ

2022

17 લાખ 3 હજાર 315 કરોડ

2023

19 લાખ 7 હજાર 444 કરોડ

સંકળાયેલા મુદ્દાઓ

Increase Farmers Mahamanthan Debt
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ