બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / લાખો ડોલરનો ખર્ચો કરીને સ્ટુડન્ટ્સ વિઝા પર ગયા અમેરિકા, હવે H-1B વિઝા માટે ફાંફા, નિયમમાં ફેરફારની માગ

અમેરિકા / લાખો ડોલરનો ખર્ચો કરીને સ્ટુડન્ટ્સ વિઝા પર ગયા અમેરિકા, હવે H-1B વિઝા માટે ફાંફા, નિયમમાં ફેરફારની માગ

Last Updated: 06:08 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1990 માં શરૂ થયેલ H-1B વિઝા પ્રોગ્રામ, ખાસ કરીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) માં કામદારોની અછત અનુભવતા ક્ષેત્રોમાં સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી ધરાવતા કામદારો માટે રચવામાં આવ્યો છે.

અમેરિકામાં વર્ષ 2025 માટે H-1B કેપ લોટરીની જાહેરાત થઈ જેમાં સાડા ત્રણ લાખ ઈમિગ્રન્ટના નામ નથી આવ્યા, એટલે કે તેમને ચાન્સ નથી લાગ્યો. આ એ લોકો છે જેમણે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કર્યો હર્યો હતો.. હવે તેઓની હાલત દયનીય બની છે.

શું છે H-1B વિઝા પ્રોગ્રામ

1990 માં શરૂ થયેલ H-1B વિઝા પ્રોગ્રામ, ખાસ કરીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) માં કામદારોની અછત અનુભવતા ક્ષેત્રોમાં સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી ધરાવતા કામદારો માટે રચવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ દ્વારા યુએસ કંપનીઓને ટેલેન્ટેડ લોકો મળી રહે છે. જયારે ટીકાકારોનું કહેવું છે કે આનાથી લોકોનો પગાર ઘટે છે અને લેબર પ્રોટેક્શન નથી મળતું. ઈન્ફોસીસ, એમેઝોન, માઈક્રોસોફ્ટ, એપલ, મેટા અને ગૂગલ સહિતની મોટી ટેક્નોલોજી કંપનીઓ H-1B વિઝા ધારકોના ટોચના એમ્પ્લોયર્સમાં સામેલ છે.

અગાઉ શું હતું, નવા નિયમથી શું બદલાવ ?

છેલ્લા કેટલાક વર્ષોમાં લોટરી બિડ માટે રજિસ્ટ્રેશન ફી $10 હતી, ફિજિકલ પેપરવર્ક પણ સબમિટ કરવું પડતું નથી. જેને કારણે આનો ખોટો ઉપયોગ થવા લાગ્યો હતો. USCIS એ એવા કિસ્સા નોંધ્યા છે કે જ્યાં એક વ્યક્તિએ એક વર્ષમાં 83 જેટલી જોબ ઑફર્સ માટે બિડ સબમિટ કરી હતી. હવે નવા નિયમો અનુસાર, ભલે કોઈને નોકરીની ઘણી ઓફર મળી હોય, તેને એક જ ચાન્સ મળશે.

અમેરિકા દર વર્ષે 1.40 લાખ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરે છે

અમેરિકાએ ગ્રીન કાર્ડ માટે દરેક દેશ માટે એક લિમિટ નક્કી કરી છે અને આ લિમિટ છેક 1990માં લાગુ થઈ હતી જે હજુ પણ અમલમાં છે. અમેરિકા દર વર્ષે 1.40 લાખ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરે છે અને દરેક દેશ માટે વધુમાં વધુ 7 ટકાની લિમિટ નક્કી કરેલી છે. તેથી ભારત અને ચીનના લોકોને સૌથી વધુ અન્યાય થાય છે કારણ કે તેઓ ગ્રીન કાર્ડની અરજી વધારે કરે છે, પરંતુ ગ્રીન કાર્ડ બહુ ઓછા મળે છે.

17-17 વર્ષથી અમેરિકામાં રહેવા છતા કેટલાક લોકો ગ્રીનકાર્ડથી વંચિત

ઘણા તો એવા છે જેમને H-1Bની ડિટેઇલમાં જાણકારી નથી હોતી.. જ્યારે તેઓ જોબ છોડવાનું અને પોતાનું કામકાજ શરૂ કરવાનું વિચારે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેઓ કેવી મુસિબતમાં છે. કેટલાક લોકોતો અમેરિકામાં એવા છે જે 17-17 વર્ષથી અમેરિકામાં રહેવા છતા તેમને હજુ ગ્રીનકાર્ડ નથી મળ્યા

આ પણ વાંચોઃ કોણ છે આ 24 વર્ષનો ભારતવંશી? જેને અમેરિકામાં ચૂંટણી લડવા 2.80 લાખ ડોલર ભેગા કર્યા, બાઈડનનો ટેકો

ગ્રીનકાર્ડ ન હોય તેમની મુશ્કેલી

જેને ગ્રીનકાર્ડ ન હોય તેને કલાક દીઠ પેમેન્ટ મળે છે. કોઇ રજાઓ મળતી નથી. આવા લોકોને ભારતમાં પણ કોઇ સારી જોબ મળવાની આશા ન હોવાથી તેઓ ફસાઇ ગયા જેવો અનુભવ કરે છે. જો કે આમ છતા હાજર એજ્યુકેશન માટે અમેરિકા જતા સ્ટુડન્ટ્સની સંખ્યા સતત વધતી જાય છે.. વર્ષ 2022-23માં અમેરિકામાં 10 લાખ 57 હજાર વિદેશી સ્ટુડન્ટ્સ હતા,જેમાંથી 2 લાખ 70 હજાર ભારતીય વિદ્યાર્થીઓ હતા. અમેરિકામાં ભારતીય સ્ટુડટન્સની સંખ્યામાં એક જ વર્ષમાં 35 ટકાનો વધારો નોંધાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ