બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સૌથી ઝડપી 1000 છગ્ગાનો તૂટ્યો રેકોર્ડ, IPLમાં ત્રીજી વખત વાગી એક હજાર સિક્સર્સ

IPL 2024 / સૌથી ઝડપી 1000 છગ્ગાનો તૂટ્યો રેકોર્ડ, IPLમાં ત્રીજી વખત વાગી એક હજાર સિક્સર્સ

Last Updated: 05:44 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલની SRH અને LSG વચ્ચેની મેચમાં એક રેકોર્ડ બન્યો છે. આ IPLમાં 1000 છગ્ગા વાગી ચુક્યા છે. જે અત્યાર સુધી વાગેલા સૌથી ઝડપી વાગેલા 1000 છગ્ગા છે.

IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં ક્રિકેટના ચાહકો દિલધડક મેચની સાથે ચોગ્ગા - છગ્ગાનો વરસાદ જોવાનું પસંદ કરે છે. તેવામાં આ IPLમાં બુધવારની 57મી મેચમાં 1000 છગ્ગા પૂરા થઈ ગયા છે. વર્ષ 2022,2223, અને 2024 એમ ત્રણ સીજનમાં 1000 કરતા વધુ સિક્સરો વાગી છે. 2023ની સીજનમાં છગ્ગાનો રેકોર્ડ તૂટ્યો હતો જેમાં 1124 છગ્ગા વાગ્યા હતા.

IPL 2024 માટે હજુ 17 મેચ બાકી છે જેથી 2023નો રેકોર્ડ તૂટી જાય તેવી સંભાવના દેખાય રહી છે. કેમકે આ સીજનમાં ઝડપી છગ્ગા વાગી રહ્યા છે. 2023ની તુલનામાં 2024માં 1000 છગ્ગા વાગવામાં 2311 બોલ ઓછા લાગ્યા છે. તો 2022ની સીજન કરતા 3190 બોલ ઓછા ખર્ચાયા છે.

IPL 2022ની સીજનમાં 1000 છગ્ગા માટે 16269 બોલ લાગ્યા હતા 2023ની સીજનમાં 15390 બોલ લાગ્યા હતા તો આ 2024ની સીજનમાં 13079 બોલ લાગ્યા છે.

આ IPLમાં હજુ 17 મેચ બાકી છે ને રેકોર્ડ તૂટવાના માત્ર 110 છગ્ગા જ બાકી છે. આ IPLમાં અત્યાર સુધી છગ્ગાનો બીજો પણ રેકોર્ડ બન્યો છે જેમાં 13.1 બોલમાં 1 સિક્સ વાગી રહી છે. દરેક મેચમાં 17.81 સિક્સ વાગવાની એવરેજ છે. જે બીજી બધી IPL કરતા વધુ છે.

2024ની IPLમાં સૌથી વધુ છગ્ગા SRHના અભિષેક શર્માએ માર્યા છે. તે 35 છગ્ગા સાથે પેહલા નંબરે છે. બીજા નંબરે 32 છગ્ગા સાથે KKRનો સુનિલ નારાયણ છે. અને ત્રીજા નંબરે 31 છગ્ગા સાથે SRHનો હેન્રી કલાસેન છે.

વાંચવા જેવું: IPL મેચમાં KL રાહુલ-સંજીવ ગોયનકાની બબાલ બાદ ચર્ચામાં આવ્યા સુનીલ-આથિયા શેટ્ટી, ફની મીમ્સ VIRAL

SRHની ટીમે આ IPLમાં સૌથી વધુ સિક્સ મારી છે. તે 146 સિક્સ મારી પેહલા નંબરે છે તો દિલ્લી 120 સિક્સ સાથે બીજા નંબરે છે. KKR અને MIની ટીમે 116 છગ્ગા લગાવ્યા છે. RCB 114, પંજાબ 95, RR 94, CSK 82, LSG 78, GT 54 છગ્ગા લગાવી ચૂક્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ