બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / સ્પોર્ટસ / Cricket / KKR vs PBKS: 42 છગ્ગા, 523 રન અને વર્લ્ડ રેકોર્ડ રનચેઝ..., T20 ઈતિહાસમાં પ્રથમવાર તૂટ્યો સિક્સરનો રેકોર્ડ

IPL 2024 / KKR vs PBKS: 42 છગ્ગા, 523 રન અને વર્લ્ડ રેકોર્ડ રનચેઝ..., T20 ઈતિહાસમાં પ્રથમવાર તૂટ્યો સિક્સરનો રેકોર્ડ

Last Updated: 08:48 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં KKRએ 261 નો જંગી સ્કોર બનાવ્યો તો જવાબમાં પંજાબ કિંગ્સની ટીમે 18.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરીને અનેક રેકોર્ડ બનાવ્યા હતા.

હાલ ક્રિકેટનો તહેવાર એટલે કે આઈપીએલ 2024 ચાલી રહ્યો છે અને ગઇકાલે IPL 2024 ની 42મી મેચમાં, પંજાબ કિંગ્સ (PBKS) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 8 વિકેટે હરાવીને તેમની ત્રીજી જીત નોંધાવી હતી.

આઈપીએલ તો શું ટી20 ક્રિકેટની હિસ્ટ્રીમાં પણ નથી થયું આવું

ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરીને 261 નો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમે જોની બેયરસ્ટોની સદી (108*)ની મદદથી 18.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એવો રેકોર્ડ નોંધાયો જે આજ સુધી આઈપીએલ તો શું ટી20 ક્રિકેટની હિસ્ટ્રીમાં નહતું થયું.

ટી20ના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચમાં આઈપીએલની સાથે ટી20ના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ થયો હતો. પંજાબ કિંગ્સે આ રન ચેઝ સાથે સાઉથ આફ્રિકાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. જાણીતું છે કે આફ્રિકન ટીમે 2023માં સેન્ચુરિયનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 259 રન બનાવીને જીત મેળવી હતી. 2023માં જ, મિડલસેક્સે ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં 253 રન બનાવીને સરે સામેની મેચ જીતી હતી. 2018માં ઓકલેન્ડમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 244 રન બનાવીને મેચ જીતી હતી.

કુલ 523 રન T20માં બીજો મોટો મેચ સ્કોર

15 એપ્રિલે બેંગલુરુમાં RCB અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં બનાવેલા 549 રન પછી શુક્રવારે ઈડન ગાર્ડન્સમાં KKR અને પંજાબ કિંગ્સ દ્વારા બનાવવામાં આવેલ કુલ 523 રન T20માં બીજો મોટો મેચ સ્કોર છે. જાણીતું છે કે 27 માર્ચના રોજ મુંબઈ અને SRH વચ્ચેની મેચમાં, કુલ 523 રન બન્યા હતા.

પંજાબ કિંગ્સે 24 સિક્સર ફટકારી

પંજાબ કિંગ્સે એમની ઇનિંગમાં 24 સિક્સર ફટકારી હતી, જે IPLમાં કોઈપણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સિક્સર છે. આ સાથે જ કોલકાતા અને પંજાબના બેટ્સમેનોએ મળીને મેચમાં 42 સિક્સર ફટકારી હતી. જે મેન્સ T20 ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા છે.

વધુ વાંચો: સતત 6 મેચમાં હાર બાદ જીતનો સ્વાદ ચાખ્યો, RCBને પ્લેઓફની ટિકિટ મળશે? જાણો

આ પહેલા આઈપીએલની આ જ સિઝનમાં સનરાઈઝર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન 38 સિક્સર ફટકારવામાં આવી હતી. આરસીબી અને સનરાઇઝર્સ વચ્ચેની મેચમાં 38 સિક્સર પણ ફટકારવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ