બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / સ્પોર્ટસ / કોણ છે કે. એલ. રાહુલને પર ગુસ્સે થનાર આ બિઝનેસમેન? 3.5 અરબ ડૉલરની પ્રોપર્ટીના છે માલિક

IPL 2024 / કોણ છે કે. એલ. રાહુલને પર ગુસ્સે થનાર આ બિઝનેસમેન? 3.5 અરબ ડૉલરની પ્રોપર્ટીના છે માલિક

Last Updated: 02:31 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનરાઈઝર્સ હૈદરબાદ સામે કારમો પરાજય થયા બાદ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે એલ રાહુલનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેમને એક વ્યક્તિ ગુસ્સે થતા નજરે પડી રહ્યા છે. આ વ્યક્તિ લખનઉ સુપર જાયન્ટ્સના માલિક છે.

આઈપીએલ ધીરે ધીરે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પ્લે ઓફ્સમાં પહોંચવા માટે દરેક ટીમ પોતાની પૂરી તાકાત લગાવી રહી છે. કેટલીક ટીમો પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે, તો કેટલાકનું પર્ફોમન્સ નબળું રહ્યું છે. ટીમ પર કરોડો રૂપિયા ખર્ચનાર આ ટીમના માલિકો પણ પોતાની ટીમને હારતી જોઈને નિરાશ થાય છે. આવો જ એક કિસ્સો 8 મેના રોજ રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ દરમિયાન સામે આવ્યો છે. આ મેચમાં લખનઉનો કારમો પરાજય થયો છે.

મેચ હાર્યા બાદ કેપ્ટન કે એલ રાહુલ અને ટીમના માલિક સંજય ગોયન્કા વચ્ચેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં સંજીવ ગોયન્કા જબરજસ્ત ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. આખરે આ સંજીવ ગોયંકા છે કોણ અને તેમના બિઝનેસ શું છે? ચાલો આગળ જાણીએ.

સંજીવ ગોયન્કા જાણીતા ભારતીય ઉદ્યોગપતિ છે, જેમને કોઈ ઓળખની જરૂર નથી. સંજીવ ગોયન્કા દેશના સૌથી વધુ પૈસાદાર લોકોની યાદીમાં ાસમેલ છે, અને તેઓ RPSG ગ્રુપના ચેરમેન છે. તેમનો બિઝનેસ જુદા જુદા સેક્ટર્સમાં ફેલાયેલો છે, જેમાં પાવર, કાર્બન બ્લેક, ITES, કન્ઝ્યુમર એન્ડ રિટેલ, મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ, સ્પોર્ટ્સ, એજ્યુકેસન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેચરલ રિસોર્ઝિસ સામેલ છે. તેમની ઘણી કંપનીઓમાં તો 50 હજાર કરતા વધુ કર્મચારીઓ કામ કરે છે.

ફોર્બ્સ બિલિયનોર ઈન્ડેક્સ મુજબ RPSG ગ્રુપના ચેરમેન સંજીવ ગોયન્કાની નેટવર્થ લગભગ 3.5 અરબ ડૉલર્સ છે. તેમની પ્રમુખ કંપનીઓમાં CESC લિમિટેડ, સારેગામા, સ્પેન્સર્સ રિટેલ અને ફર્સ્ટ સોર્સ સહિતના નામ સામેલ છે. તેમના ગ્રુપની રેવન્યુ લગભગ 4.3 અરબ ડૉલર્સ છે, જેનું હે઼ડક્વાર્ટર કોલકાતામાં છે.

અરબોપતિ સંજીવ ગોયંકાના પુત્ર શાશ્વત ગોયન્કા પણ પિતાના બિઝનેસમાં જ કામ કરે છે. શાસ્વત RPSG ગ્રુપની સુપરમાર્કેટ ચેઈન સ્પેન્સર એન્ડ સ્નેક્સના Too Yummની જવાબદારી સંભાળે છે.

સંજીવ ગોયન્કાએ આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ પર ઘણો ખર્ચ કર્યો છે. તેમણે માત્ર કે એલ રાહુલને જ ખરીદવા માટે હરાજી દરમિયાન 17 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. માત્ર ક્રિકેટ જ નહીં, તેમણે ફૂટબોલમાં પણ મોટું રોકાણ કર્યું છે. ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે સંજીવ ગોયન્કા પાસે એટલેટિકો ડી કોલકાતા ફૂટબોલ ક્લબમાં પણ મોટો ભાગ છે.

વધુ વાંચો: VIDEO: શરમજનક હાર બાદ કેએલ રાહુલને ટીમ માલિકે ખખડાવી નાખ્યો? ક્લાસ લેતો વીડિયો વાયરલ

8મી મેના રોજ હૈદરાબાદમાં રમાયેલી લખનઉ અને હૈદરાબાદની મેચમાં લખનઉની ટીમ 10 વિકેટે બહુ ખરાબ રીતે હારી ગઈ હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ સાથે મળીને 58 બોલમાં 166 રનનો ટાર્ગેટ ચેઝ કરી નાખ્યો, જે ટી 20 ક્રિકેટમાં અત્યાર સુધીનો પહેલી 10 ઓવરમાં સૌથી મોટો સ્કોર છે. આ મેચ દરમિયાન કે એલ રાહુલની ટીમ વામણી સાબિત થઈ. ટીમની આટલી ખરાબ હારથી નિરાશ થયેલા સંજીવ ગોયન્કા જાહેરમાં કે એલ રાહુલને વઢતા દેખાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ