બ્રેકિંગ ન્યુઝ
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન
Last Updated: 02:35 PM, 9 May 2024
દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. દાહોદનાં સંતરામપુરાનાં પરથમપુર મતદાન મથકે મતદાન થયું હતું. જેમાં બુથ કેપ્ચરીંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો. ચૂંટણી પંચે 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો હતો. પોલીગ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાશે. પરથમપુરા ગામનાં પોલીંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
FIR કરવામાં આવશે
દાહોદ બુથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન આવ્યુ છે. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિઓ ધ્યાને આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાયો છે. જેને લઇ SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે.
વધુ વાંચો: ઈફ્કોમાં જયેશ રાદડિયાનું રાજ જશે? બીપીન પટેલને યોગેશ પટેલનો ટેકો, આજે સાંજે પરિણામ
આરોપીઓની ધરપકડ કરાશેઃ ચૂંટણી પંચ
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા. સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે. પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે. ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે. બુથ કેપ્ચરિંગમાં સામેલ બંને લોકોની ધરપકડ કરવામાં આવશે. અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી.
શું છે સમગ્ર મામલો
વાત જાણે એમ છે કે, મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથને કેપ્ચર કરવામાં આવ્યું હતું. બુથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોર નામના ઇસમે સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી. જેણે લઈ હવે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. આ તરફ બૂથ કેપ્ચરીંગના વાયરલ વાડિયો મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT