બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024માંથી બહાર ફેંકાઇ આ ટીમ, SRHની જીત થતાં જ પ્લેઓફમાં તકનું સપનું વેરવિખેર

MI / IPL 2024માંથી બહાર ફેંકાઇ આ ટીમ, SRHની જીત થતાં જ પ્લેઓફમાં તકનું સપનું વેરવિખેર

Last Updated: 11:17 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદની જીત બાદ MI પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું. આ જીત સાથે હૈદરાબાદને 14 પોઈન્ટનો ફાયદો થયો છે અને તે પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ બાદ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદની જીત બાદ MI પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

MUMBAI-INDIAN-FAILS

સનરાઈઝર્સ હૈદરાબાદે બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 10 વિકેટથી જીત નોંધાવી અને MI પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. પાંચ વખતની ચેમ્પિયન MIનું વર્તમાન સિઝનમાં પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમે 12માંથી માત્ર 4 મેચ જીતી છે અને આઠમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. તેના ખાતામાં માત્ર આઠ પોઈન્ટ છે. MIને છેલ્લી બે લીગ મેચોમાં KKR અને LSGનો સામનો કરવો પડશે.

rohit-sharma

14મી મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આમાંથી એક ટીમના ઓછામાં ઓછા 13 પોઈન્ટ હશે. મુંબઈ ઈન્ડિયન્સ હવે તેમની બાકીની બંને મેચ જીતીને મહત્તમ 12 પોઈન્ટ મેળવવામાં સક્ષમ હશે. જે તેના માટે ટોપ ચારમાં સ્થાન મેળવવા માટે પૂરતું નથી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઈ સતત 3 મેચ હારી ગઈ હતી. આ પછી તેણે ચારમાંથી ત્રણ મેચ જીતી પરંતુ તે પછી ચાર મેચ હારી જેનાથી તેની પ્લેઓફમાં પહોંચવાની આશા ધૂંધળી થઈ ગઈ.

વધુ વાંચો : SRHનો ઝળહળતો વિજય, 58 બોલમાં મેચ પોતાને નામે, ટ્રેવિસ હેડ-અભિષેક શર્માએ પાડ્યો ખેલ

IPLની 17મી સીઝન પહેલા MIએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિકને કમાન સોંપી હતી. જો કે ટીમ તેના ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. MIએ સિઝનની શરૂઆત પરાજયની હેટ્રિક સાથે કરી હતી. તે પછી મુંબઈએ દિલ્હી કેપિટલ્સ અને આરસીબી સામે સતત બે જીત હાંસલ કરી હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ પાછી પાટા પર આવી ગઈ છે પરંતુ બીજી જ મેચમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. MI તેમની સાતમી મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને જીતના પાટા પર પાછી આવી હતી પરંતુ તે ટકી ન હતી. પંજાબને હરાવ્યા બાદ મુંબઈને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેની 12મી મેચમાં SRHને હરાવીને મુંબઈએ તેની પ્લેઓફની ધૂંધળી આશા જીવંત રાખી જે હવે પૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. SRH લખનૌને હરાવીને ટોપ-3માં પ્રવેશ કર્યો છે. 12 મેચમાં સાત જીત બાદ તેના 14 પોઈન્ટ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. KKRનો નેટ રન રેટ રાજસ્થાન કરતા સારો છે. એલએસજી છઠ્ઠી હાર બાદ છઠ્ઠા સ્થાને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ