બ્રેકિંગ ન્યુઝ
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
VTV / સ્પોર્ટસ / Cricket / RCB Playoff Chances win after 1 month How can RCB still get a playoff ticket? This is pure math
Pravin Joshi
Last Updated: 08:02 PM, 26 April 2024
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફરી જીતના ટ્રેક પર આવી ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મહત્વપૂર્ણ મેચમાં તેણે 35 રને જીત મેળવી હતી. સતત છ મેચ હાર્યા બાદ આરસીબીને પ્રથમ જીત મળી હતી. આ IPLમાં 9 મેચ રમ્યા બાદ RCBને એક મહિના બાદ બીજી જીત મળી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBના બોલરોએ હૈદરાબાદના બેટિંગ ઓર્ડરને હચમચાવી નાખ્યો હતો. આ જીત છતાં RCB ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. આ હોવા છતાં, RCB માટે પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની શક્યતા ઓછી છે.
ADVERTISEMENT
RCBના હાલમાં 2 મેચમાં 4 પોઈન્ટ છે. ટીમે હજુ લીગ તબક્કામાં વધુ 5 મેચ રમવાની છે. ગાણિતિક ગણતરી પ્રમાણે આરસીબી ટોપ ચારમાં સ્થાન મેળવી શકે છે. જોકે, આ માટે તેણે બાકીની પાંચ મેચ જીતવાની સાથે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. જો RCB તેની બાકીની પાંચ મેચ જીતવામાં સફળ રહે છે તો તેના 14 પોઈન્ટ થઈ જશે. હવે અહીં સમીકરણ એ છે કે હૈદરાબાદ, લખનૌ, દિલ્હી, ચેન્નાઈ અને ગુજરાત ટાઇટન્સ પાસે પણ માત્ર 14 પોઈન્ટ હોવા જોઈએ. આવી સ્થિતિમાં, RCB સારી નેટ રન રેટના આધારે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.
ADVERTISEMENT
બીજું સમીકરણ
બીજું ક્વોલિફિકેશન સમીકરણ એ છે કે જો હૈદરાબાદ, લખનૌ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત ગુજરાત ટાઇટન્સમાંથી કોઈપણ બે ટીમો 16 પોઈન્ટ મેળવે છે તો RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા ઠગારી નીવડી જશે. આ સિવાય બીજી હાર બાદ RCB પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
વધુ વાંચો: રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 ક્રિકેટમાંથી ક્યારે સંન્યાસ લેશે? યુવરાજ સિંહે કરી સ્પષ્ટતા
2022 થી પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે 16 પોઈન્ટની જરૂર
IPLના 10-ટીમ ફોર્મેટમાં એક ટીમને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે 16 પોઈન્ટની જરૂર હોય છે. 10 ટીમોના આગમન સાથે ક્વોલિફાઈંગ માર્ક 16 થઈ ગયો. આ પહેલા 2018 થી 2021 સુધી ચોથી ટીમ 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી હતી. 2022 થી IPLમાં 2 ટીમો વધી. આ પછી ટીમને નોકઆઉટમાં પ્રવેશવા માટે 16 પોઈન્ટની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT