બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / When will Rohit Sharma and Virat Kohli retire from T20 cricket? Yuvraj Singh clarified

ક્રિકેટ / રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 ક્રિકેટમાંથી ક્યારે સંન્યાસ લેશે? યુવરાજ સિંહે કરી સ્પષ્ટતા

Ajit Jadeja

Last Updated: 07:30 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવરાજસિંહને T20 વર્લ્ડ કપ 2024નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજસિંહે કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ માટે ઘણું કર્યું છે અને તેઓ તેમની ઈચ્છા મુજબ નિવૃત્તિ લેવાના હકદાર છે. યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ 2024નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. યુવીએ કહ્યું કે ટી20 વર્લ્ડ કપ પછી બંને ખેલાડીઓનું સંન્યાસ લેવું યોગ્ય રહેશે.

મરજીથી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાના હકદાર

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતાની મરજીથી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાના હકદાર છે. યુવરાજે ચાહકોને યાદ અપાવ્યું કે વિરાટ અને રોહિત ભારતીય ક્રિકેટના સાચા સેવક છે અને તેમને પોતાના માટે નિર્ણય લેવાનો અધિકાર છે. જો T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવે છે, તો તેમાં પ્રથમ બે નામ રોહિત શર્મા અને વિરાટ કોહલી હોવાનું માનવામાં આવે છે. 2022 T20 વર્લ્ડ કપમાં ભારતની હાર પછી રોહિત-વિરાટે ઘણી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટ મેચ રમી નથી. જો કે આ બંનેએ અફઘાનિસ્તાન સામેની શ્રેણી પહેલા પુનરાગમન કર્યું હતું.

શું ઇચ્છે છે યુવરાજસિંહ

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ICC સાથે વાત કરતા યુવરાજસિંહે કહ્યું હતું કે રોહિત-વિરાટને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે, પરંતુ તે ફક્ત તેમના પર છોડવો જોઈએ. યુવરાજ સિંહ ઇચ્છે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલ કરિયરમાંથી નિવૃત્ત થાય.

ભારત ખિતાબની દાવેદાર 

ભારતીય ટીમ T20 ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. તાજેતરમાં ભારતીય ટીમ કેરેબિયન ધરતી પર તમામ ફોર્મેટની શ્રેણી રમી હતી અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ત્યાંની પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શકશે. રોહિત અને વિરાટનો અનુભવ વેસ્ટ ઈન્ડિઝની ધીમી અને નીચી પીચ પર ઉપયોગી થવાની અપેક્ષા છે.

વધુ વાંચોઃ સુરતમાં ખેલ કરનાર નિલેશ કુંભાણી પર કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષમાંથી આટલા વર્ષ માટે હકાલપટ્ટી

T20 વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યૂલ

તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ તેની ગ્રુપ સ્ટેજની મેચો અમેરિકામાં વિવિધ સ્થળોએ રમશે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર 8 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.

ભારતનું T20 વર્લ્ડકપ શેડ્યૂલ

ભારત વિ આયર્લેન્ડ - 5 જૂન, ન્યુ યોર્ક
ભારત વિ પાકિસ્તાન - 9 જૂન, ન્યૂયોર્ક
ભારત વિ યુએસએ - 12 જૂન, ન્યુ યોર્ક
ભારત વિ કેનેડા - 15 જૂન, ફ્લોરિડા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricketer Yuvraj Singh Rohit Sharma T20 World Cup 2024 Virat Kohli ક્રિકેટર યુવરાજસિંહ રોહિત શર્મા વિરાટ કોહલી indian cricket team
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ