બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / મતદાન જરૂર કરજો પણ ગરમીમાં રાખજો આટલું ધ્યાન, ફરિયાદ માટે નંબર જાહેર

લોકનાદ 2024 / મતદાન જરૂર કરજો પણ ગરમીમાં રાખજો આટલું ધ્યાન, ફરિયાદ માટે નંબર જાહેર

Last Updated: 01:50 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections 2024: રાજ્યના મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓની સુવિધા, પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે

ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા છે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Lok-sabha-Election-2024

હિટ વેવ સંદર્ભે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા

લોકસભા ચૂંટણીના મતદાનના સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ Heat Waveની સ્થિતીને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા તૈયારીઓ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓની સુવિધા, પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે

voting-1

મતદાન કેન્દ્રો પર મેડિકલ કિટ ઉપલબ્ધ

તમામ મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કિટ/ફર્સ્ટ એઈડ કિટ ઉપલબ્ધ રખાઈ છે. જેમાં મતદારને અસામાન્ય સંજોગોમાં તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORSની સુવિધા ઉપલબ્ધ. ઉપરાંત Sun Strokeથી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેકટર ઓફિસર સાથે “મેડીકલ ટીમ” સ્ટેન્ડ બાય, જેની પાસે પ્રાથમિક સારવાર માટે જરૂરી મેડિકલ કીટ્સ ઉપલબ્ધ રહેશે. સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલ કોલેજ સહિતના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો અને ઍમ્બ્યુલન્સ સેવાઓને સ્ટેન્ડ બાય રાખાઈ છે.

vote-1_1

હિટ વેવ સંદર્ભે મતદારોને ચૂંટણી પંચની અપીલ

ગરમી અને Heat Waveની સ્થિતીને પહોંચી વળવા National Disaster Management Authority દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવા મુખ્ય નિર્વાચન અધિકારીએ તમામ મતદારોને અપીલ કરી છે. જેમ કે, મતદારે સાથે પાણી રાખવું અને પૂરતાં પ્રમાણમાં પાણી પીવું, હળવા અને આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા, ORS/લીંબુ શરબત/ છાસ વગેરેનો ઉપયોગ કરવો. જો બની શકે તો સવારે વહેલા મતદાન કરવા જવું.

મતદાન માટે મતદારો એ ધ્યાનમાં રાખવાની બાબતો

મતદારોએ મતદાન કરવા જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જણાવતાં મુખ્ય નિર્વાચન અધિકારી એ કહ્યું હતું કે, તમામ મતદારોએ વોટર સર્વિસ પોર્ટલ અથવા વોટર હેલ્પલાઈન ઍપનો ઉપયોગ કરીને પોતાનું નામ અને મતદાન મથકની વિગતો ચેક કરી લેવી જોઈએ. મતદારે નીચેની બાબતો મતદાન કરવા જાય ત્યારે ખાસ ધ્યાને લેવી.

  • જો મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તો EPIC કાર્ડ અથવા e-EPIC ની પ્રિન્ટ દ્વારા મતદાન કરી શકાશે. જો તે પણ પ્રાપ્ય ન હોય તો અન્ય વૈકલ્પિક 12 પૈકીના કોઈ પણ પુરાવાથી મતદાન કરી શકાશે.
  • મતદાનનો સમય, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.
  • મતદાનના દિવસે, મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો 1950 પર ફરીયાદ કરી શકાય છે.
  • મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં,
  • Voter Information Slip કે જે BLO દ્વારા આપવામાં આવે છે તે માત્ર જાણકારી માટે છે. તે મતદાન માટેનો માન્ય પુરાવો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ