બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / VIDEO: એવું રેલવે સ્ટેશન જ્યાં મહારાષ્ટ્રમાંથી ટિકિટ લેવાની અને ગુજરાતમાંથી ટ્રેન પકડવાની

Ajab Gajab / VIDEO: એવું રેલવે સ્ટેશન જ્યાં મહારાષ્ટ્રમાંથી ટિકિટ લેવાની અને ગુજરાતમાંથી ટ્રેન પકડવાની

Last Updated: 03:14 PM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવું રેલવે સ્ટેશન આવેલું છે એક જેનો અડધો ભાગ એક રાજ્યમાં છે અને એક ભાગ બીજા રાજ્યમાં આવેલ છે. આ રેલવે સ્ટેશન અડધું ગુજરાતમાં તો અડધું મહારાષ્ટ્ર માં આવેલું છે પણ આ સ્ટેશન કયા ગામમાં આવેલું છે?

આપણાં દેશમાં ઘણા એવા રેલવે સ્ટેશન છે, જે પોતાની ભૌગોલિક સ્થિતિને કારણે ચર્ચાનો વિષય બને છે પણ શું તમને ખબર છે કે એક એવું રેલવે સ્ટેશન આવેલું છે એક જેનો અડધો ભાગ એક રાજ્યમાં છે અને એક ભાગ બીજા રાજ્યમાં આવેલ છે. આ રેલવે સ્ટેશન પર એક રાજ્યમાંથી ટિકિટ લેવાની રહેશે તો બીજા રાજ્યમાં જઈને ટ્રેન પકડવાની રહેશે. સાથે જ આ સ્ટેશન પર ચાર ભાષામાં એનાઉસમેન્ટ કરવામાં આવે છે. આ રેલવે સ્ટેશન મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલું છે અને તેનું નામ નવાપુર.

આ સ્ટેશનનો એક ભાગ ગુજરાતમાં છે અને બીજો ભાગ મહારાષ્ટ્રમાં છે અને ઇંટ્રેસ્ટિંગ વાત એ છે કે અહીં બે રાજ્યોની બોર્ડર પર બેસવા માટે એક બેન્ચ મૂકવામાં આવી છે. આ રેલવે સ્ટેશનની લંબાઈ 800 મીટર છે, જેમાંથી 500 મીટર ગુજરાતમાં છે અને બાકીનું 300 મીટર મહારાષ્ટ્રમાં આવેલું છે. નવાપુર રેલવે સ્ટેશનનું ટિકિટ કાઉન્ટર અને રેલવે પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં છે જ્યારે સ્ટેશન માસ્ટરઓફિસ, વેઇટિંગ રૂમ અને વોશરૂમ ગુજરાતના તાપી જિલ્લામાં આવે છે અને અહીં અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં અનાઉસમેન્ટ થાય છે.

આ નવાપુર રેલ્વે સ્ટેશન પાછળની કહાની શું છે તો વાત એમ છે એક આ સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલા પહેલા બનાવવામાં આવ્યું હતું અને 1 મે, 1960ના રોજ જ્યારે બંને રાજ્યોનું વિભાજન થયું ત્યારે આ સ્ટેશન બરાબર સરહદ પર આવતું હતું અને તેને કોઈપણ એક રાજ્યમાં રાખી શકાય નહીં, ત્યારથી આ સ્ટેશનની એક અલગ ઓળખ બની ગઈ છે.

વધુ વાંચો: ભારતની સૌથી વધુ ગરમ જગ્યા, જાણો કેટલી પડે છે ગરમી?

જ્યારે કોઈ ટ્રેન આ સ્ટેશન પર આવે છે ત્યારે અકહી ટ્રેન બે અલગ અલગ રાજ્યમાં રહે છે.. ધારો કે કોઈ ટ્રેન જો સુરત તરફ જતી હોય તો એન્જિન ગુજરાતમાં રહે છે અને ગાર્ડ કોચ મહારાષ્ટ્રમાં રહે છે. સાથે આ સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરને અલગ પાડતો એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ajab Gajab Navapur Railway Station
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ