બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ / ગરમીનો પારો અતિ હાઈ થતાં ઇમરજન્સી કોલમાં વધારો, 108ની સાયરનો વાગી, બચવા આટલું કરો

હાય રે / ગરમીનો પારો અતિ હાઈ થતાં ઇમરજન્સી કોલમાં વધારો, 108ની સાયરનો વાગી, બચવા આટલું કરો

Last Updated: 04:54 PM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભારે ગરમીના કારણે 108 ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યમાં ગરમીને કરણે તબિયત બગડવાના કુલ 693 જેટલા કેસ નોંધાયા.

સમગ્ર ગુજરાતમા હિટવેવ કહેર વરસાવી રહી છે.તેવામાં ગરમીને કારણે તબિયત બગડવાથી લઇ ઇમરજન્સી કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં ભારે ગરમીના કારણે 108 ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યમાં ગરમીને કરણે તબિયત બગડવાના કુલ 693 જેટલા કેસ નોંધાયા. જેમાં ચક્કર આવવા, શરીરમાં પાણીની કમીને કારણે પડી જવું, લૂ લાગવી જેવા કેસોનો સમાવેશ થાય છે..છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાં ગરમી સંબંધિત 112 કેસ 108 ઇમરજન્સી સર્વિસને મળ્યા હતા..તો શનિવારે એટલેકે 18મી મેના હિટવેવને કારણે સપ્તાહના સૌથી વધારે 97 કોલ 108 એમ્બ્યુલન્સ સેવાને મળ્યા છે..

સમગ્ર ગુજરાત ના કેસ

(મે માસ)

તારીખ કેસ

11 74

12 64

13 78

14 51

15 71

16 83

17 85

18 97

અમદાવાદ શહેરના કેસ

( મે માસ)

તારીખ કેસ

11 20

12 11

13 18

14 08

15 09

16 14

17 11

18 21

અમદાવાદમાં 108ને કેટલા કોલ મળ્યા?

( મે માસ)

તારીખ કોલ

11 20

12 11

13 18

14 08

15 09

16 14

17 11

18 21

રાજકોટમાં પ્રચંડ ગરમીથી શહેરીજનો પરેશાન

રાજકોટમાં ગરમીનો પારો ઉચકાયો છે..ગઈકાલે 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. ગરમીના કારણે શહેરીજનો જરૂરી કામ અર્થે પણ બહાર નીકળતા વિચાર કરી રહ્યા છે.. કારણ કે બપોરના સમયે આકાશ જાણે

આગ ઓકી રહ્યુ હોય તેવી સ્થિતિ હોય છે. આવા સંજોગોમાં અબોલ પક્ષીઓ માટે સેવાભાવી લોકો દ્વારા સેવા શરૂ કરવામાં આવી છે. રેસકોસ ગ્રાઉન્ડ ખાતે ચબૂતરામાં બરફની પાટો મૂકવામાં આવી. 44 ડિગ્રી તાપમાનમાં પક્ષીઓને રાહત માટે મુકાઈ બરફની પાટો મુકવામાં આવી છે. દરરોજ બપોરના સમયે આવી પાટો મુકી પક્ષીઓને ગરમીમાં રાહત મળે તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે.

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

આ પણ વાંચોઃ લોકોના ઘર પાસેથી મેટ્રો સુધી દોડશે AMTS બસો, મોંઘા રીક્ષાભાડાંથી રાહત માટે AMCએ બનાવ્યો પ્લાન

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ

  1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
  2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
  3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.

4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ

  1. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
  2. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
  3. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
  4. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
  5. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
  6. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

સંકળાયેલા મુદ્દાઓ

extreme heat health Heatwave emergency services
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ