બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીરમાં 5 ફેરફાર દેખાય તો પેટનું કેન્સર હોઈ શકે, આ લક્ષણોને ઈગ્નોર કરશો તો પછતાશો

આરોગ્ય / શરીરમાં 5 ફેરફાર દેખાય તો પેટનું કેન્સર હોઈ શકે, આ લક્ષણોને ઈગ્નોર કરશો તો પછતાશો

Last Updated: 03:00 PM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટના કેન્સરને ગેસ્ટ્રિક કેન્સર પણ કહેવામાં આવે છે અને આના લક્ષણો વિશે વાત કરીએ તો શરૂઆતના સ્ટેજમાં આના લક્ષણો સામાન્ય સમસ્યાઓ જેવા જ હોય છે, પરંતુ એને હળવાશથી લેવું ખૂબ જ ભારે પડી શકે છે.

સમગ્ર વિશ્વમાં કેન્સરની બિમારી ફેલાઈ રહી છે. કેન્સર અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં પેટનું કેન્સર ખૂબ જ ગંભીર અને જીવલેણ માનવામાં આવે છે. આ કેન્સરની શરૂઆતમાં ઓળખ કરવામાં આવે તો તેનો ઈલાજ શક્ય છે. પેટના શરૂઆતના કેન્સરના લક્ષણો શું છે? ચાલો એ વિશે જાણીએ.

cancer_5

પેટના કેન્સરના લક્ષણો શરૂઆતના સ્ટેજમાં સામાન્ય

પેટના કેન્સરને ગેસ્ટ્રિક કેન્સર પણ કહેવામાં આવે છે અને આના લક્ષણો વિશે વાત કરીએ તો શરૂઆતના સ્ટેજમાં આના લક્ષણો સામાન્ય સમસ્યાઓ જેવા જ હોય છે, પરંતુ એને હળવાશથી લેવું ખૂબ જ ભારે પડી શકે છે. આનાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે. આને કારણે જીવનું જોખમ પણ રહે છે. પહેલા આ સમસ્યા વધતી ઉંમર સાથે થતી હતી, પરંતુ હવે લોકો નાની ઉંમરમાં પણ આ બીમારીનો શિકાર બની રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં, કેન્સરની જાણ ખૂબ મોડી થાય છે. તેનું કારણ એ છે કે લોકો પેટના કેન્સરના લક્ષણો વિશે જાણતા નથી.

આ કારણે થાય છે પેટનું કેન્સર

ધુમ્રપાન

સ્મોકિંગ કરવાથી પણ પેટનું કેન્સર થઈ શકે છે. જયારે ધુમ્રપાન કરો છો, ત્યારે એના કેમિકલ શરીરમાં જાય છે અને પેટના સેલ્સના અસર કરે છે. વધારે પડતું સ્મોકિંગ કરવાથી અલ્સર અને કેન્સર બંનેનું જોખમ રહે છે.

digestion_1_0

ખાનપાનની ખરાબ આદતો

ખાનપાનની ખોટી આદતો પણ પેટના કેન્સરનું મુખ્ય કારણ બની શકે છે. જે લોકો વધુ ફાસ્ટ ફૂડ ખાય છે તેમને પેટના કેન્સરનું જોખમ અન્ય લોકો કરતા વધારે હોય છે.

દવાઓની આડઅસરો

દવાઓની આડઅસરને કારણે પણ પેટનું કેન્સર થઈ શકે છે. દવાઓમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે, જે પેટના કોષોને નુકસાન પહોંચાડે છે.

વધુ વાંચો: દર અઠવાડિયે કેટલું વજન ઘટાડવું ફાયદાકારક? ICMRએ જાહેર કરી વેઈટ લોસ ગાઈડલાઈન

પેટના કેન્સરના લક્ષણો

વજન ઘટવું, પેટમાં દુઃખાવો, ઓછી ભૂખ લાગવી, ખાવાનું ગળવામાં તકલીફ થવી, ઉલટી, થાક, છાતીમાં બળતરા, ગેસની સમસ્યા અને ઓછું ખાઈને પણ પેટ ભરેલું લાગવું એ પેટના કેન્સરના લક્ષણો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Abdominal Cancer Signs Health Tiips Gastric Cancer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ