બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલીએ 430 દિવસ પહેલા કરેલી ભવિષ્યવાળી સાચી પડી, સતત 6 મેચમાં જીત મેળવી RCB પ્લેઓફમાં પહોંચી
Last Updated: 08:12 AM, 19 May 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગયા વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 27 રને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. આ સિઝનમાં બેંગલુરુએ પ્લેઓફમાં પહોંચીને અશક્યને શક્ય બનાવ્યું છે. પ્રથમ 8 મેચમાંથી 7માં હારનો સામનો કરનાર આ ટીમ સતત 6 મેચ હાર્યા બાદ સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે.
ADVERTISEMENT
6️⃣ IN 6️⃣ and off we gooooo to the Playoffs 🥹
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 18, 2024
If this isn’t playing bold then we don’t know what is. 12th Man Army, this is for you. Everything is for you! 🫶#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvCSK pic.twitter.com/2yBGOh9Gis
ADVERTISEMENT
પહેલા બેટિંગ કરતાં આરસીબીએ 218 રન બનાવ્યા હતા. પ્લેઓફમાં પહોંચવા માટે તેણે ચેન્નાઈને 200 કે તેથી ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવાનું હતું. તમામ પ્રયાસો છતાં ચેન્નાઈની ટીમ 7 વિકેટે 191 રન જ બનાવી શકી હતી અને આ હાર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ ટેબલમાં 5માં સ્થાને છે. જાણીતું છે કે KKR, રાજસ્થાન અને હૈદરાબાદ પહેલા જ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે.
Virat Kohli’s pep talk to the RCB Women’s Team
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 16, 2023
King came. He spoke. He inspired. He’d be proud watching the girls play the way they did last night. Watch @imVkohli's pre-match chat in the team room on Bold Diaries.#PlayBold #ನಮ್ಮRCB #WPL2023 pic.twitter.com/fz1rxZnID2
બેંગલુરુની આ જીતમાં દરેક ખેલાડીએ શાનદાર યોગદાન આપ્યું અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સૌથી આગળ હતા, જેમણે પોતાની બેટિંગની સાથે-સાથે પોતાના જુસ્સાથી 430 દિવસ પહેલા જે કહ્યું હતું તે સાચું કર્યું. આ વાત 16 માર્ચ, 2023નિ છે જ્યારે વિમેન્સ ટીમ બેંગલુરુ સતત 5 મેચમાં હારી ગયું હતું અને ટીમ પ્રથમ પાંચ મેચ હારી ગઈ હતી. ત્યારબાદ કોહલી એક દિવસ ટીમ સાથે મળ્યો, જેનો વીડિયો RCBએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો હતો. મંધાનાની ટીમને પ્રોત્સાહિત કરતા કોહલીએ કહ્યું કે જો 1 ટકા તક હોય તો પણ ક્યારેક તે પૂરતું હોય છે. વ્યક્તિએ તે 1% ને 10% અને 10% ને 30% માં બદલવાનો પ્રયાસ કરવો જોઈએ અને પછી કોઈ ચમત્કાર થઈ શકે છે.
Fought our own demons, opponents, all odds, the weather tonight and then some more.
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 18, 2024
We’ll say it again, we haven’t come this far to only come this far. 👊#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvCSK pic.twitter.com/2efXJcUlEC
કોહલીના આ શબ્દોના 430 દિવસ બાદ તેની પોતાની ટીમ આવી જ રીતે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. લગભગ એક મહિના પહેલા 21 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગલુરુની આ સતત છઠ્ઠી અને 8 મેચમાં એકંદરે 7મી હાર હતી. પરંતુ આ 1 રનની હારથી આરસીબીના ખેલાડીઓના મનમાં 1% તકની આશા જાગી હતી, એવું કહી શકીએ.
મેચની વાત કરીએ તો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના નેતૃત્વમાં ટોપ ઓર્ડરના શાનદાર પ્રદર્શનને કારણે RCBએ 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. જેમાં ડુપ્લેસિસે 39 બોલમાં 54 રનની ઇનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગાની સાથે ત્રણ છગ્ગા પણ ફટકાર્યા. તેમના સિવાય વિરાટ કોહલીએ 29 બોલમાં 47 રન જ્યારે રજત પાટીદારે 23 બોલમાં 41 રન બનાવ્યા હતા. કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલે પણ 200થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. 219 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે CSKની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રુતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ચેન્નાઈની ટીમ 7 વિકેટે 191 રન જ બનાવી શકી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.