બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / એક ભૂલ અને ધડામ દઇને કર્મચારી પ્લેનમાંથી નીચે પડ્યો, Video જોઇને મોમાંથી નીકળી જશે અરે બાપ રે!
Last Updated: 03:32 PM, 18 May 2024
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગ્રાઉન્ડ સ્ટાફના ધ્યાન ન આપવાના કારણે વિમાનમાંથી એક સ્ટાફનો જ વ્યક્તિ નીચે પટકાય છે અને તેને ઈજા પહોંચે છે.
ADVERTISEMENT
Shocking video received on WhatsApp -
— Sanjay Lazar (@sjlazars) May 15, 2024
Warning ⚠️ ⛔️ alarming visuals of a staffer falling of a plane #aviation #avgeek #plane #shocking
Incident occurred in Indonesia with Transnusa airlines & Jas Airport services @webflite @aviationbrk @AviationWeek @airlinerslive @airlivenet… pic.twitter.com/PtP3K8ZXdj
વિમાનમાંથી નિચે પટકાયો યુવક
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્ડોનેશિયાનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં એક યુવક કોઈની સાથે વાત કરી રહ્યો છે અને આ વિમાનને અડેલી સીડીના માધ્યમથી નીચે ઉતરવા માંગતો હતો. પરંતુ તેનું ધ્યાન નથી હોતુ અને એરલાઈન્સના કર્મચારી સીડીને આગળ ખોંચી લે છે. જેના કારણે વિમાનમાંથી ઉતરી રહેલો શખ્સ નીચે પડી જાય છે અને તેને ઈજા પહોંચે છે.
આ વાયરલ વીડિયોએ એરપોર્ટ પર કામ કરતા ક્રૂ અને કર્મચારીઓની સેફ્ટીને લઈને ચિંતા ઉભી કરી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો એરલાયન્સ કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.