બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:45 PM, 19 May 2024
Lok Sabha Election Akhilesh Yadav Statement : લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે પાંચમાં તબક્કાનું મતદાન યોજાનાર છે. જેમાં ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 4 જૂને મતગણતરી હાથ ધરાશે. આ બધાની વચ્ચે સમાજવાદીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપનો દરેક શબ્દ અને વચન ખોટા છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી થશે. યુવાનોને નોકરી મળશે. પરંતુ કંઈ મળ્યું ન હતું.
ADVERTISEMENT
અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ સરકારે જાણી જોઈને પેપરો લીક કર્યા જેથી તેમને નોકરી ન આપવી પડે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં દર વખતે પેપર લીક થાય છે. ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન યુવાનોના ભવિષ્ય વિશે પણ વાત કરતા નથી. આ સાથે અખિલેશે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે ભૂલો કરી હતી અને તેમાંથી શીખીને આ વખતે તેમને સુધારી છે. તેમણે કહ્યું કે, PDAનું સ્લોગન INDIA ગઠબંધનને જીત અપાવશે.
ADVERTISEMENT
અખિલેશે કહ્યું કે, PDAનો અર્થ માત્ર એક વસ્તુ નથી. PDA એટલે પછાત દલિત લઘુમતી, પછાત દલિત આદિવાસી અને પીડિત દલિતો મોખરે છે. સપા પ્રમુખે કહ્યું કે, આ વખતે PDA પરિવાર ભાજપને પાઠ ભણાવશે અને તેમને સત્તા પરથી હટાવવા જઈ રહ્યો છે. અખિલેશે કહ્યું કે, હું જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે મંદિર ધોવાય છે. આજના સમયમાં આ પ્રકારની વિચારસરણી દેશને ક્યાં લઈ જશે? આ રીતે ભારત વિશ્વ લીડર બની શકશે.
વધુ વાંચો : 'BJPએ શરૂ કર્યું ઓપરેશન ઝાડૂ' AAP નેતાઓની ધરપકડ સામે અરવિંદ કેજરીવાલનું વિરોધ પ્રદર્શન
હોર્ડિંગ્સમાં માત્ર એક જ ચહેરો દેખાય છે : અખિલેશ યાદવ
અખિલેશ યાદવે કહ્યું કે, ડબલ એન્જિન સરકારનું એક એન્જિન ગાયબ છે. હોર્ડિંગ્સમાં માત્ર એક જ ચહેરો દેખાય છે. આ સાથે અખિલેશ યાદવે કહ્યું કે, રાહુલ અને અમે દેશના બંધારણને બચાવવા માટે એક થયા છીએ. 83 ટકા યુવાનો બેરોજગાર છે તેથી તેઓ એક થયા છે. અખિલેશે કહ્યું કે, જનતા હવે BJP ના ઘસાઈ ગયેલા નારા સાંભળવા માંગતી નથી. તેમણે કહ્યું કે, ભાજપ ચાર તબક્કામાં ચારે બાજુ હારી રહી છે. અખિલેશે કહ્યું કે, ભાજપ 143 સીટો પર સમેટાઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT