બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / અનિલ અંબાણીએ RBIને કરી અપીલ, રિલાયન્સ કેપિટલને વેચવા 10 દિવસનો માંગ્યો વધારાનો સમય

બિઝનેસ / અનિલ અંબાણીએ RBIને કરી અપીલ, રિલાયન્સ કેપિટલને વેચવા 10 દિવસનો માંગ્યો વધારાનો સમય

Last Updated: 08:58 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ કેપિટલ પર રૂ. 40,000 કરોડનું દેવું હતું અને ચાર અરજદારોએ શરૂઆતમાં રિઝોલ્યુશન પ્લાન સાથે બિડ કરી હતી.

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કર્જમાં ડૂબેલી રિલાયન્સ કેપિટલ માટે સૌથી સફળ બીડ હિંન્દુજા સમુહની કંપનીને અધિગ્રહણ માટે થોડી વધુ રાહ જોવી પડશે. વાસ્તવમાં અનિલ અંબાણીએ આરબીઆઈને હિન્દુજાને આરસીએપીના માલિકી અધિકારો આપવાની સમયમર્યાદાને વધુ 10 દિવસ વધારવાની અપીલ કરી છે. રિલાયન્સ કેપિટલની સંપત્તિ હિન્દુજા ગ્રૂપની કંપની એશિયા એન્ટરપ્રાઇઝિસને ટ્રાન્સફર કરવાની અંતિમ તારીખ 17 મે હતી, જે સમાપ્ત થઈ ગઈ છે. ગયા વર્ષે 17 નવેમ્બરે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી મંજૂરી માત્ર 6 મહિના માટે માન્ય હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હવે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે RBI પાસે 27 મે સુધી 10 દિવસની મુદત માંગી છે.

27મીએ અમલ થશે રિજોલ્યૂશન પ્લાન

નોંધનીય છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના આદેશ મુજબ હિન્દુજા ગ્રુપની કંપની દ્વારા રિઝોલ્યુશન પ્લાનના અમલીકરણની તારીખ પણ 27 મે 2024 છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) મુંબઈએ 27 ફેબ્રુઆરીએ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતાં ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડને 27 મેના રોજ પૂરા થતા 90 દિવસની અંદર તેનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડની રિલાયન્સ કેપિટલ માટે રૂ. 9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવાનું સરળ થયું, SEBIએ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર

રિલાયન્સ કેપિટલ પર રૂ. 40000 કરોડથી વધુનું દેવું

નવેમ્બર 2021 માં રિઝર્વ બેંકે અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપની દ્વારા ગવર્નન્સના મુદ્દાઓ અને ચુકવણીમાં ડિફોલ્ટ્સને કારણે રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું. સેન્ટ્રલ બેંકે નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા, કંપનીને હસ્તગત કરવા માટે ફેબ્રુઆરી 2022 માં બિડ આમંત્રિત કર્યા હતા. રિલાયન્સ કેપિટલ પર રૂ. 40,000 કરોડનું દેવું હતું અને ચાર અરજદારોએ શરૂઆતમાં રિઝોલ્યુશન પ્લાન સાથે બિડ કરી હતી. જો કે લેણદારોની સમિતિએ નીચા બિડ મૂલ્યો માટે તમામ ચાર યોજનાઓને નકારી કાઢી હતી, અને એક પડકાર પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી જેમાં IIHL અને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે ભાગ લીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Business ‍ anil ambani અનિલ અંબાણી રિલાયન્સ કેપિટલ Reliance Capital
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ