બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રાજકોટ / અંધશ્રદ્ધાને ક્યારે ડામશો? ત્રણ વર્ષની માસૂમને ભૂવા આપ્યા ડામ, તબિયત લથડતા હોસ્પિટલ લવાઈ

રાજકોટ / અંધશ્રદ્ધાને ક્યારે ડામશો? ત્રણ વર્ષની માસૂમને ભૂવા આપ્યા ડામ, તબિયત લથડતા હોસ્પિટલ લવાઈ

Last Updated: 07:18 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં 3 વર્ષની માસૂમને ભૂવાએ અગરબત્તીના ડામ આપ્યા, અગરબત્તીના ડામથી બાળકીને ગંભીર ઈજા પહોંચતા રાજકોટની જનાના હોસ્પિટલમાં કરાઈ દાખલ કરાઇ છે

રાજકોટમાં કાળજું કંપાવી દે તેવો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ વર્ષની માસૂમને ભૂવાએ અગરબત્તીના ડામ આપ્યાની ઘટના સામે આવી છે. અગરબત્તીના ડામથી બાળકીને ગંભીર ઈજા પહોંચતા રાજકોટની જનાના હોસ્પિટલમાં કરાઈ દાખલ કરાઇ છે.

3 વર્ષની માસૂમને અગરબત્તીના ડામ

મહત્વની છે કે બાળકી બીમાર પડતા હોસ્પિટલના બદલે પરિવાર સુરેન્દ્રનગરના જોરાવરનગર ભૂવા પાસે લઇ ગયા હતા. હોસ્પિટલના તબીબોએ બાળકીની હાલતને લઈ પોલીસને જાણ કરી છે.

વાંચવા જેવું: ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

અંધશ્રદ્ધાને ક્યારે ડામશો?

ઉલ્લેખનીય છે કે,આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા અમુક લોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે. આજે પણ ઘણાં લોકો ડામ આપવાથી તેમનાં માંદા બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રહે છે. પરંતુ આમાં બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે. તો ક્યાંરેક તો બાળકને ખોવાનો વારો આવે છે કારણ કે સારવાર મોડી મળે છે અને ઉપરથી ધગધગતા ડામ બાળકીને માંદગીમાંથી ઊભી કરવાને બદલે તેણે વધુ તકલીફ આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhuva dama Rajkot News superstition case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ