બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'હું છેક મુંબઈથી લાતુર આવ્યો તો...', પત્ની જેનેલિયાને સાથે રાખી રિતેશ દેશમુખે કર્યું વોટિંગ, વોટિંગની અપીલ કરતા શું કહ્યું
Last Updated: 10:00 AM, 7 May 2024
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે એટલે કે 7મી મેના રોજ મતદાન થઈ રહ્યું છે. દેશના 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ આજે દાવ પર છે. બોલિવૂડના કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ પણ આજે લાતુરમાં મતદાન કરવા માટે મતદાન કરવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
આજે દેશભરમાંથી લોકો અલગ-અલગ પોલિંગ બૂથ પર મતદાન કરવા જઈ રહ્યા છે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. અભિનેતા રિતેશ દેશમુખ પણ વહેલી સવારે પોતાની પત્ની જેનેલિયા સાથે વોટ આપવા પહોંચી ગયો હતો, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
#WATCH | Maharashtra: Actor Riteish Deshmukh and his wife Genelia Deshmukh cast votes at a polling booth in Latur.
— ANI (@ANI) May 7, 2024
NDA has fielded sitting MP Sudhakar Tukaram Shrangare against INDIA Alliance's Kalge Shivaji Bandappa.#LokSabhaElections2024 pic.twitter.com/tP7DLeGjoJ
ADVERTISEMENT
રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયાએ લાતુરના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો. આ પ્રસંગે અભિનેતા આછા વાદળી રંગનો કુર્તો પહેરીને પહોંચ્યો હતો જ્યારે જેનેલિયા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. કપલે લાઈનમાં ઊભા રહીને તેમના વારાની રાહ જોઈ અને પછી પોતાનો મત આપ્યો.
પોતાનો મત આપ્યા બાદ રિતેશ અને જેનેલિયાએ મીડિયાને એક નિવેદન પણ આપ્યું જેમાં તેઓએ દરેકને પોતાના ઘરની બહાર આવીને પોતાનો મત આપવા અપીલ કરી હતી. અભિનેત્રીએ કહ્યું, 'આજનો દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મતદાન આપણો અધિકાર છે, તેથી આપણે બધાએ મતદાન મથક પર જઈને મતદાન કરવું જોઈએ.'
વધુ વાંચો: PM મોદીએ અમદાવાદથી કર્યું મતદાન, સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાવવાની કરી અપીલ
રિતેશ દેશમુખને વોટિંગના મહત્ત્વ વિશે પૂછવામાં આવ્યું તો તેણે પોતાનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે દરેક દેશવાસીઓ માટે મતદાન કરવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. અભિનેતાએ કહ્યું, 'હું પણ મતદાન કરવા માટે મુંબઈથી લાતુર આવ્યો છું. મતદાન કરવું દરેક દેશવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દરેકે મતદાન કરવું જોઈએ. હું દરેકને અપીલ કરીશ કે તેઓ તેમના ઘરની બહાર નીકળે અને મતદાન કરે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT