બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પ્લેન ટેક ઓફ થતા જ એર ઈન્ડિયા એક્સપ્રેસના એન્જિનમાં લાગી આગ, તમામ 179 મુસાફરો સુરક્ષિત

બેંગલુરુ / પ્લેન ટેક ઓફ થતા જ એર ઈન્ડિયા એક્સપ્રેસના એન્જિનમાં લાગી આગ, તમામ 179 મુસાફરો સુરક્ષિત

Last Updated: 11:39 AM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fire on Air India Express flight Latest News : પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગતાં એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

Fire on Air India Express flight : બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે રવિવારે આ જાણકારી આપી. એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી હતી. આ પછી ક્રૂ મેમ્બરોએ એર ટ્રાફિક કંટ્રોલરને સંદેશો આપ્યો અને તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી. આ પછી બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી.

કોચી જઈ રહી હતી ફ્લાઈટ

KIA નું સંચાલન કરતા BIAL ના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 18 મે, 2024 ના રોજ IX1132માં બેંગલુરુથી કોચીમાં આગ લાગવાની માહિતી મળતાં લગભગ 11.30 વાગ્યે BLR એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું લેન્ડિંગ બાદ તરત જ વિમાનને નિયંત્રણમાં લાવવામાં આવ્યું હતું.

વધી વાંચો: PM મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું, એસ જયશંકરે કર્યો ખુલાસો

તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

BIALના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિમાનમાંથી તમામ 179 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક ફ્લાઇટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, ટેકઓફ કર્યા બાદ જમણા એન્જિનમાં આગ લાગી હતી. ક્રૂએ કોઈપણ મુસાફરોને ઈજા પહોંચાડ્યા વિના સ્થળાંતર પૂર્ણ કર્યું. અમને થયેલી કોઈપણ અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને અમારા મહેમાનોને શક્ય તેટલી ઝડપથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ. આ તરફ હવે પ્લેનના એન્જિનમાં આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Air India Express flight Fire on Air India Express flight Air India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ