બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દર અઠવાડિયે કેટલું વજન ઘટાડવું ફાયદાકારક? ICMRએ જાહેર કરી વેઈટ લોસ ગાઈડલાઈન

હેલ્થ ટિપ્સ / દર અઠવાડિયે કેટલું વજન ઘટાડવું ફાયદાકારક? ICMRએ જાહેર કરી વેઈટ લોસ ગાઈડલાઈન

Last Updated: 09:59 AM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો ઝડપથી વજન ઘટાડવા માંગે છે પરંતુ ICMR તાજેતરમાં નવી માર્ગદર્શિકા જારી કરતાં જણાવ્યું હતું કે વજન ધીમે ધીમે ઘટાડવું જોઈએ. દર અઠવાડિયે બસ આટલા કિલો વજન ઉતારવું.

આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાનપાનના કારણે ઘણા લોકો વજન વધવાની સમસ્યાને લઈને પરેશાન છે. મોટાભાગના લોકો ઝડપથી વજન ઘટાડવા માંગે છે પરંતુ ઘણીવાર એવું કહેવામાં આવે છે કે "ઉતાવળ કરવી એ શેતાનનું કામ છે." એવામાં હાલ ICMR તાજેતરમાં નવી માર્ગદર્શિકા જારી કરતાં જણાવ્યું હતું કે ઝડપી વજન ઘટાડવાનું ટાળવું જોઈએ અને સ્થૂળતા વિરોધી દવાઓ લેવી જોઈએ નહીં.

wight loss_4

ICMR અનુસાર ચરબી અને લાઇફસ્ટાઇલ સંબંધિત રોગોથી બચવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ASEAN કટ-ઓફ મુજબ, 23 થી 27.5 કિગ્રા વચ્ચેના BMIને વધારે વજન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 30 ટકાથી વધુ શહેરી અને 16 ટકા ગ્રામીણ પુખ્ત વયના લોકોનું વજન વધારે છે.

weight-loss_18

આ ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, "વજન ધીમે ધીમે ઘટાડવું જોઈએ. વજન ઘટાડવાનો આહાર દરરોજ 1000 kcal કરતાં ઓછો ન હોવો જોઈએ અને તમામ પોષક તત્ત્વો પૂરા પાડવા જોઈએ. દર અઠવાડિયે અડધા કિલોગ્રામ શરીરના વજનમાં ઘટાડો સલામત માનવામાં આવે છે." ઝડપી વજન ઘટાડવાનો અભિગમ નુકશાન પહોંચાડે છે અને સ્થૂળતા વિરોધી દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ."

વધુ વાંચો: લિવરને હેલ્ધી રાખવા આ 5 વસ્તુ ખાવાનું આજે જ બંધ કરો, હાર્ટ માટે પણ જોખમરૂપ

હેલ્થી રીતે વજન કેવી રીતે ઉતારવું?

  • - તમારે શાકભાજી, પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક અને ફાઇબરવાળા ખોરાક સહિત તમારા રોજિંદા આહારમાં સંતુલન રાખવું જોઈએ, જે તમારી અતિશય ખાવાની ઇચ્છાને ઘટાડે છે.
  • - કેલરીની માત્રા ઓછી કરો, તેમજ વિટામિન્સ અને મિનરલ્સ તમારું વજન ઘટાડવામાં મદદ કરશે.
  • - ખોરાકના ભાગના કદને નિયંત્રિત કરો, આ તમને અતિશય આહાર ટાળવામાં મદદ કરી શકે છે.
  • - કોઈપણ પેકેજ્ડ ખોરાક લેતા પહેલા, તેનું લેબલ વાંચો જેમાં કેલરી, સંતૃપ્ત ચરબી, ઉમેરેલી ખાંડ અને સોડિયમ વિશેની માહિતી હોય. તમારે હંમેશા હેલ્ધી ઘટકો સાથેનો ખોરાક લેવો જોઈએ.
  • - સ્વસ્થ રસોઈ પદ્ધતિઓ અપનાવો, જેમાં બેકિંગ, ગ્રિલિંગ, સ્ટીમિંગનો સમાવેશ થાય છે, આમ કરવાથી રસોઈ તેલનો ઉપયોગ ઓછો થાય છે.
  • - બજારમાં ઉપલબ્ધ સોડા અને ફળોના રસ જેવા ખાંડયુક્ત પીણાંનું સેવન ઓછું કરો. પાણી, હર્બલ ટી અને સુગર ફ્રી પીણાં પીવો.

સંકળાયેલા મુદ્દાઓ

Weight Loss Tips ICMR Healthy Weight Loss Health Tiips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ