બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો, T20 વર્લ્ડ કપ પહેલા ઓપનિંગ જોડી ફેલ

T20 WC / ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો, T20 વર્લ્ડ કપ પહેલા ઓપનિંગ જોડી ફેલ

Last Updated: 04:50 PM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપ્ટન રોહિત શર્મા અને તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી રહ્યુ.

ઈન્ડિયન પ્રીમિયર લીગ પછી તરત જ ભારતીય ટીમે આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં રમવાનો છે. આ ટુર્નામેન્ટને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તૈયારી તરીકે જોવામાં આવી રહી હતી. કેટલાક ખેલાડીઓએ અહીં સારું પ્રદર્શન કર્યું છે પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી રહ્યુ. આ સિઝનમાં બંનેએ ચોક્કસપણે સદી ફટકારી છે પરંતુ તે સિવાય તેઓ કોઈ ખાસ બેટિંગમાં પ્રભાવ પાડી શક્યા નથી.

yashasvi-jaiswal.jpg

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવાનો પહેલો વિકલ્પ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ બંને ભારત માટે સતત ઇનિંગ્સની શરૂઆત કરે છે. આ ફોર્મેટમાં આ જોડી હિટ રહી છે. ટી20માં આ બંને પર મોટી જવાબદારી રહેશે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ આક્રમક બેટિંગ માટે જાણીતા છે, તેથી ટીમ મેનેજમેન્ટ આ જોડી પર વિશ્વાસ કરશે. જો કે રોહિતની સાથે વિરાટ કોહલીને પણ ઇનિંગની શરૂઆત કરવા માટે મોકલી શકાય છે.

રોહિત શર્મા તેની છેલ્લી કેટલીક મેચોમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી છેલ્લી મેચમાં તેના બેટમાંથી માત્ર 19 રન જ બન્યા હતા જ્યારે તે પહેલા તે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. કોલકાતા સામે 11 જ્યારે લખનૌ સાથે રમાયેલી અગાઉની મેચમાં તેના બેટમાંથી માત્ર 4 રન આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ સામે પણ રોહિત શર્મા માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. રોહિત શર્માએ આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમીને 349 રન બનાવ્યા છે. જેમાં 105 રનની ઇનિંગ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ પહેલી વખત પોતાના રિટાયરમેન્ટ પ્લાન પર ખુલીને કરી વાત, જુઓ વીડિયો

યશસ્વી જયસ્વાલ ટી20 વર્લ્ડ કપની શરૂઆત ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે કરશે પરંતુ તેનું તાજેતરનું ફોર્મ સારું રહ્યું નથી. આ સિઝનમાં તેણે માત્ર બે મેચમાં જ પચાસથી ઉપરના આંકડાને સ્પર્શ કર્યો છે. આમાંથી એક સદીની ઈનિંગ છે જે મુંબઈ ઈન્ડિયન્સ સામે જોવા મળી હતી અને બીજી 67 રનની ઈનિંગ છે જે હૈદરાબાદ સામે રમાઈ હતી. આ સિવાય તેણે 10, 0, 24, 39, 19, 24, 4 અને 24 રનની ઇનિંગ્સ રમી છે. રોહિતની જેમ જ યશસ્વી જયસ્વાલે 13 મેચ રમી છે અને તેના ખાતામાં 348 રન છે. જેમાં 104 રનની ઇનિંગ પણ સામેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

રોહિત શર્મા કેપ્ટન Rohit Sharma yashasvi jaiswal news T20 વર્લ્ડ કપ 2024 T20 World Cup 2024 IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ