બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્મા છેલ્લી મેચ રમ્યો! નીતા અંબાણી સાથે ચર્ચાનો વીડિયો વાયરલ

IPL 2024 / મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્મા છેલ્લી મેચ રમ્યો! નીતા અંબાણી સાથે ચર્ચાનો વીડિયો વાયરલ

Last Updated: 06:31 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 18 રનથી હરાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમે 14 મેચમાં 4 જીત અને 10 મેચમાં હાર સાથે IPL 2024ને વિદાય આપી છે.

રોહિત શર્માની ગણતરી IPLના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. પરંતુ આ વખતે મુંબઈએ કેપ્ટનશિપમાં ફેરફાર કરીને રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. પરંતુ આ મામલો સામે આવતાની સાથે જ મુંબઈની ટીમને બે ભાગમાં વહેંચી દેવામાં આવી હોવાનો મામલો પણ સામે આવ્યો અને તેના કારણે રોહિત શર્માએ 17મી મેના રોજ વાનખેડે સ્ટેડિયમમાં પોતાની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં રમી હતી કે કેમ તે અંગે સવાલો ઉઠવા લાગ્યા હતા. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 18 રનથી હરાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમે 14 મેચમાં 4 જીત અને 10 મેચમાં હાર સાથે IPL 2024ને વિદાય આપી છે.

રોહિતે 2013માં ટીમની કપ્તાની સંભાળી હતી અને પ્રથમ સિઝનમાં જ ટીમને ચેમ્પિયન બનાવી હતી. આ પછી મુંબઈ તેની કેપ્ટનશિપમાં 2015, 2017, 2019, 2020માં પણ ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું. પરંતુ આ વખતે રોહિત કેપ્ટન નહોતો અને પરિણામ એ આવ્યું કે મુંબઈ IPL-2024માં ઘણા સમય પહેલા પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું હતું.

રોહિત શર્માની છેલ્લી મેચ હતી ?

રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને કોઈ વાત પર ગંભીર ચર્ચા કરતા જોવા મળે છે. ચાહકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ વિસ્ફોટક ઓપનર રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની છેલ્લી મેચ રમી ચૂક્યો છે અને નીતા અંબાણી તેને ટીમ ન છોડવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, બંને વચ્ચે શું થયું તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

GNzZHjrb0AA50Hs

વધુ વાંચો : બોલર્સ માટે માઠા સમાચાર: ફોર્મમાં પરત ફર્યો ભારતનો મેચ વિનર, જે T20 વર્લ્ડકપમાં મચાવશે તોફાન!

સંજીવ ગોયન્કા પણ રોહિત શર્મા સાથે વાત કરી

આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા પણ રોહિત શર્મા સાથે વાત કરવા આવે છે. જેના પગલે ચાહકો અનુમાન કરી રહ્યા છે કે શું સંજીવ ગોએન્કા રોહિત શર્માને આગામી IPL સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)માં સામેલ કરવા માટે બ્લેન્ક ચેક ઓફર કરી રહ્યા છે. જો કે, આ તમામ બાબતો ચાહકો દ્વારા લગાવવામાં આવેલા માત્ર અનુમાન છે. રોહિત શર્માએ IPL 2024 સીઝનની 14 મેચોમાં 32.08ની એવરેજથી 417 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિત શર્માએ એક સદી અને એક અડધી સદી ફટકારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

MumbaiIndians Fans Rohitsharma Mumbai socialmedia MI lastmatch IPL IPL2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ