બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપ માટે ભારતની જર્સી સોશિયલ મીડિયામાં થઈ વાયરલ, ચાહકોએ ઉઠાવ્યા સવાલ

IPL 2024 / T20 વર્લ્ડ કપ માટે ભારતની જર્સી સોશિયલ મીડિયામાં થઈ વાયરલ, ચાહકોએ ઉઠાવ્યા સવાલ

Last Updated: 08:20 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં T20 વર્લ્ડ કપ 2024ને લઈ ભારતની ટીમની જર્સીનો પિક લીક થઈ ગયો છે. દાવો કરાઈ રહ્યો છે કે આ જર્સી ઓફિશિયલ છે. જેની પર લોકોના નેગેટિવ રીએકશન વધુ આવી રહ્યા છે.

T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે. જેની પહેલી મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપ માટે BCCIએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતનું સ્ક્વોડ જાહેર કરી દેવાયુ છે. જેમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. આ બધાની વચ્ચે ઇન્ડિયા ટીમની જર્સીનો પીક લીક થઈ ગયો છે. જેના પર ફેન્સના રીએકશન આવી રહ્યા છે.

આ જર્સી ઓફિશિયલ છે કે નહીં ?

આગામી T20 વર્લ્ડ કપ માટે ક્રિકેટના ચાહકો નવી જર્સીની પણ રાહ જોઈને બેઠા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં ભારતની જર્સીનો પિક લીક થઈ જતાં લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. જો કે આ જર્સી ઓફિશિયલ છે કે નહીં તેની પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

આવો છે લીક થયેલી જર્સીનો પિક

સોશિયલ મીડિયામાં લીક થયેલી ભારતની જર્સીની બનાવટની વાત કરીયે તો તેની પર ઇન્ડિયન ફ્લેગની સ્ટ્રીપ લાગેલી છે. તેની બાયોં ઓરેન્જ કલરની છે. જર્સીનો કલર બ્લૂ છે. તેની પર ડ્રીમ ઇલેવન, BCCI અને પાછળ એડિડાસનો લોગો જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરીને દાવો કરાઈ રહ્યો છે કે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટેની ભારતની ઓફિશિયલ જર્સી છે.

લોકોની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયામાં જર્સી વાયરલ થતા લોકોની અનેક પ્રતિક્રિયા આવી છે. જેમાં મોટા ભાગના લોકોને જર્સી પસંદ નથી આવી. એક યુઝરે લખ્યુ કે "આ નેધરલેન્ડની જર્સી છેે." અન્ય એક યુઝરે લખ્યુ કે "ખૂબ બકવાસ જર્સી છે આ" તો બીજા યુઝરોએ આ જર્સી ઓફિશિયલ નથી તેવો મુદ્દો પણ ઉઠાવ્યો છે. કેમ કે આ જર્સીમાં ડ્રીમ ઈલેવનનો લોગો વચ્ચોવચ દેખાઈ રહ્યો છે પરંતુ વર્લ્ડ કપમાં મેઈન સ્પોન્સરનો લોગો વચ્ચે નથી હોતો. આ સિવાય આ વર્લ્ડ કપમાં ડ્રીમ ઈલેવન નહીં પણ એડિડાસ મેઈન સ્પોન્સર છે. એડિડાસ સ્પોન્સર હોવા છતાં હજુ સુધી તેને કોઈ ઓફિશિયલ જાણકારી નથી આપી.

આ પણ વાંચોઃ T20 વર્લ્ડકપ પર આતંકી હુમલાનું જોખમ! પાકિસ્તાનથી ધમકી અપાઇ હોવાનો ઘટસ્ફોટ, સુરક્ષામાં વધારો

T20 વર્લ્ડ કપ 2024 માટે ઇન્ડિયન સ્ક્વોડ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ