બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / લાખો ખર્ચીને કેરર વિઝા પર UK ગયેલા ગુજરાતીઓનું શું થશે? કફોડી સ્થિતિમાં જીવવા મજબૂર, જાણો કેમ
Last Updated: 04:25 PM, 17 May 2024
પાછલા ઘણા વર્ષોમાં ગુજરાત સહિત ભારતના ખૂણે ખૂણેથી હજારો લોકો કેરર વિઝા પર UK ગયા. પરંતુ ત્યાં ગયા બાદ તેમની હાલત કફોડી છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને સ્પોન્સર કરનાર કંપની ફ્રોડ હોવાના કારણે તેમને પાછા ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
વીઝા સ્પોન્સરનું ઉઠામણું
ADVERTISEMENT
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન છેતરપિંડીનો ભાગ બનેલા પાંચ વિકટમ્સના કેસને રિપ્રેઝેન્ટ કરી રહી છે પરંતુ સંસ્થાનું માનવું છે કે આવા બીજા પણ અનેક કેસ હોઈ શકે છે. કેરર વિઝા પર UK પહોંચેલા મોટાભાગના ભારતીયોએ એજન્ટોએ લાખો રૂપિયા ચુકવીને આ વિઝા મેળવ્યા છે પરંતુ જે કંપનીઓએ તેમને આ વીઝા સ્પોન્સર કર્યા હતા તેમનું ઉઠામણું થઈ ગયું છે.
આટલું જ નહીં જે કંપની હજુ પણ હયાત છે તેમની પાસે કોઈ કામ નથી. એવામાં ગુજરાતીઓનો કેસ લડી રહેલી UK સ્થિત સંસ્થાઓએ આ અંગે હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી સામે રજૂઆત કરવા માટે તેમનો સમય પણ માંગ્યો છે.
નોકરી કે પૈસા નહીં
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સના જણાવ્યા અનુસાર ફ્રોડનો શિકાર બનેલા લોકોમાં ગુજરાતીઓ પણ છે. સંસ્થા અનેક ફરિયાદો પણ મળી છે. લાખો રૂપિયા ખર્ચીને UK ગયેલો લોકો પાસે ત્યાં કોઈ કામ જ નથી. આ લોકો પોતાને સ્પોન્સરશિપ લેટર આપેલી કંપનીની ઓફિસમાં જાય છે પોતાના એમ્પ્લોયરની રાહ જોઈને બેસી રહે છે પરંતુ સર્વિસ ઓફિસ ડેસ્કનો ઉપયોગ કરતા એમ્પ્લોયર્સ દેખાતા જ નથી. અને જો મળે તો કામ થોડા દિવસોમાં થઈ જશે તેવું આશ્વાસન જ મળે છે.
હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે કેરર વિઝા પર આવેલા ઘણા લોકોની હાલત તો એટલી કફોડી છે કે તેમની પાસે નોકરી પણ નથી કે પૈસા પણ નથી. છેલ્લા એક મહિનામાં તો આવા ઢગલાબંધ કેસ સામે આવ્યા છે. એવામાં ભારતથી આવેલા આવા લોકોએ કોઈ ગુનો નથી કર્યો છતાં તેમને હવે ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
1300 જેટલા ગુજરાતીઓ
અંદાજ પ્રમાણે ફ્રોડનો શિકાર બનેલા અઢી હજાર ભારતીયોમાંથી 1300 જેટલા ગુજરાતીઓ છે. જોકે વિકટમ્સનો વાસ્તવિક આંકડો તેનાથી પણ મોટો હોઈ શકે છે. જે લોકોને ડિપોર્ટેશનની નોટિસ મોકલવામાં આવી છે તેમને કહેવામાં આવ્યું છે કે તેઓએ 60 દિવસની અંદર તેમની ફિલ્ડમાં નવા એમ્પ્લોયર શોધવા પડશે નહીં તો UKમાં તેઓ નહીં રહી શકે. પરંતુ આટલા દિવસમાં જોબ અને નવા એમ્પ્લોયર શોધવા શક્ય નથી.
એજન્ટો જવાબદારી લેવા નથી તૈયાર
12-18 લાખ રૂપિયા જેટલી રકમ ચુકવીને કેરર વિઝા લેનાર લોકોના પરિવારે જ્યારે એજન્ટોને ફરિયાદ કરી તો તેમણે જવાબ આપ્યો કે તેમણે યુકે મોકલવા કહ્યું હતું અને હાલ તેઓ UKમાં જ છે. ત્યાં પહોંચ્યા બાદ તેમની સાથે શું થાય તેની જવાબદારી અમારી નથી.
બીજી ફિલ્ડમાં પણ નથી કરી શકતા જોબ
કેર હોમની જોબ ન મળતા આવા લોકોનું UKમાં રહેવું મુશ્કેલ બન્યું છે. હાલ તેઓ પોતાના ખર્ચા કાઢવા માટે ઘરેથી પૈસા મંગાવવા માટે મજબૂર બન્યા છે. આટલું જ નહીં ત્યાં રહેતા પોતાના સગા સંબંધીઓ અને મિત્રો પાસે મદદ માંગી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ બીજી કોઈ ફિલ્ડમાં પણ જોબ નથી કરી શકતા. કારણ કે બીજી ફિલ્ડમાં જોબ કરવી ઈલીગલ ગણાશે. અને તેના કારણે પણ તેમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
વધુ વાંચો: સોનાના ભાવે પીક પકડી! 700 રૂપિયાનો જમ્પ, ચાંદી લેવી જ મુશ્કેલ, જાણો લેટેસ્ટ રેટ
UKમાં 2024માં એક સ્વતંત્ર ચીફ ઈન્સ્પેક્ટર ઓફ બોર્ડર્સે આ આખા કૌભાંડની તપાસ કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો જેમાં જણાવ્યું કે કેવી રીતે કાગળ પર અસ્તિત્વ ધરાવતા કેર હોમ દ્વારા 275 સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ અપાયા હતા અને તેમાંથી 1,234 કંપનીઓ તો એવી હતી જેમાં માત્ર ચાર લોકો જ કામ કરતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT