બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવાનું સરળ થયું, SEBIએ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર

રોકાણ / હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવાનું સરળ થયું, SEBIએ આ ખાસ નિયમમાં કર્યો ફેરફાર

Last Updated: 07:55 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SEBIએ 14 મેના રોજ એક પરિપત્રમાં રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે 'KYC રજિસ્ટર્ડ' સ્ટેટસ મેળવવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર સાથે લિંક કરવાની જરૂરિયાતને દૂર કરી હતી.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ KYC નિયમોમાં તાજેતરમાં અમલમાં આવેલા ફેરફારોને સરળ બનાવ્યા છે. આનાથી એક કરોડથી વધુ રોકાણકારોને ફાયદો થશે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા રોકાણકારોના 'KYC નોંધણી' માટે PAN ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ હવે 14 મેના રોજ બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રમાં સેબીએ કહ્યું છે કે હવે KYC નોંધણી માટે PAN-આધાર લિંક ફરજિયાત નથી. કેટલાક લોકો KYC રજીસ્ટર કરાવવાની સમસ્યાથી પરેશાન હતા, તેઓ હવે આસાનીથી કરી શકશે. કારણ કે સેબીએ પાન-આધાર લિંક કરવાના નિયમને હટાવી દીધો છે. આનો અર્થ એ થયો કે જેઓ PAN-આધાર લિંકિંગના અભાવે મ્યુચ્યુઅલ ફંડ KYC કરી શકતા ન હતા, તેઓ હવે સરળતાથી કરી શકશે.

mutual-fund-sip-return

પહેલા આધાર પાન લિંક ફરજીયાત હતું

રેગ્યુલેટરે KYC રજિસ્ટર્ડ એજન્સીઓને પાન, નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ધારકોની KYC ચકાસવા વિનંતી કરી હતી. ઓક્ટોબર 2023માં સેબીએ તમામ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને 31 માર્ચ, 2024 સુધીમાં તેમના PANને આધાર સાથે લિંક કરવા જણાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે જો લિન્કિંગ નહીં થાય તો KYC પ્રક્રિયા બંધ થઈ જશે, જેનાથી રોકાણની પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. સરનામાના પુરાવા તરીકે બેંક પાસબુક અથવા ખાતાની વિગતોનો ઉપયોગ કરીને પણ KYC કરી શકાય છે. એનઆરઆઈને સેબીના નિર્દેશથી સૌથી વધુ અસર થઈ હતી કારણ કે તેમને હવે આધાર મેળવવાની જરૂર નથી.

pan-aadhar-card-link

વધુ વાંચો : ઈન્કમટેક્સ ભરતા પહેલા ચેક કરી લો તમારું PF એકાઉન્ટ, નહીં તો 80Cના લાભથી રહી જશો વંચિત

પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે

સેબીના 14 મેના રોજ સંશોધિત પરિપત્રમાં જણાવ્યું હતું કે રોકાણકારો તેમની KYC આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે છે. જો આધાર ન હોય તો તેની જગ્યાએ અન્ય કોઈ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

KYC changedrules mutualfunds rule SEBI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ