બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 'તમામ બુથોમાં એજન્ટો...', મતદાન મથકને લઇ શક્તિસિંહ ગોહિલ આ શું બોલ્યા? લગાવ્યા ગંભીર આક્ષેપ
Last Updated: 12:46 PM, 7 May 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈ ગુજરાતમાં વહેલી સવારથી લોકો મત આપવા પહોંચ્યા છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ ગોહિલે પત્રકારો સાથે વાત કરતાં મોટું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર સેક્ટર 19માં મતદાન કર્યા બાદ બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં બુથમાં ભાજપના એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ કર્યો છે. આ સાથે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન કરાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યા બાદ પત્રકારોને સંબોધતા મોટું નિવેદન આપ્યું છે. ગોહિલે મતદાન કર્યા બાદ બુથમાં ભાજપના એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ મૂક્યો છે. શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યુ કે, તમામ મતદાન મથકોમાં ભાજપના એજન્ટ કમળની નિશાન વાળી પેન લઇને બેઠા છે. આ સાથે કહ્યું કે, ચૂંટણી કમિશનરને મારી રજૂઆત છે કે, તેમણે આ અટકાવવું જોઇએ.
ગાંધીનગરના વાસણામાં મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ
શક્તિસિંહ ગોહિલે મતદાન બાદ પત્રકારો સાથે વાત કરતાં ગાંધીનગરના વાસણામાં મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ તરફી મતદાન થતાં મતદાન બંધ કરાવ્યું હોવાનું નિવેદન આપ્યું છે. આ સાથે શક્તિસિંહ ગોહિલે પોલીસ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, જામનગર પોલીસે કોંગ્રેસના યુવાનોને ઉઠાવ્યા છે, પોલીસ સરકાર માટે નહીં પ્રજા માટે કામ કરે છે. આ સાથે કહ્યુ કે, ચૂંટણીપંચ પોતાની આંખો બંધ ન કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT