બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / શું તમે જોયો આ ડાન્સ Video? ખુદ PM મોદીએ કર્યો ટ્વિટર પર શેર, કર્યા વખાણ

Video / શું તમે જોયો આ ડાન્સ Video? ખુદ PM મોદીએ કર્યો ટ્વિટર પર શેર, કર્યા વખાણ

Last Updated: 02:06 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુઝરે પીએમ મોદી પર બનેલો આ મીમ વીડિયો X પર શેર કર્યો હતો. તેણે લખ્યું, 'હું આ વીડિયો પોસ્ટ કરી રહ્યો છું કારણ કે હું જાણું છું કે 'તાનાશાહ' મારી આ માટે ધરપકડ નહીં કરે.' પીએમ મોદીએ આ વીડિયોને રી-પોસ્ટ કર્યો.

લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બે તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને ત્રીજા તબક્કાનું મતદાન આજે 7 મેના રોજ ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે સોમવારે X પર તેમનો એક મીમ વીડિયો રી-પોસ્ટ કર્યો. તેમણે આની સાથે કેપ્શનમાં જે લખ્યું તેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. એના માટે લોકો પીએમ મોદીના વખાણ પણ કરી રહ્યા છે. ઉપરાંત, આ મીમ વીડિયો ઇન્ટરનેટ પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે ક્રિષ્ના નામના યુઝરે પીએમ મોદી પર બનાવેલ આ મીમ વીડિયો X પર શેર કર્યો હતો. આ સાથે તેણે લખ્યું, 'હું આ વીડિયો પોસ્ટ કરી રહ્યો છું કારણ કે હું જાણું છું કે 'તાનાશાહ' મારી આ માટે ધરપકડ નહીં કરે.' આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મીમ વીડિયો પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. તેમણે કેપ્શન આપ્યું, 'તમારા બધાની જેમ મને પણ મારી જાતને ડાન્સ કરતા જોઈને મજા આવી. ચૂંટણીની મોસમમાં આ પ્રકારની સર્જનાત્મકતા ખરેખર આનંદદાયક છે.'

વધુ વાંચો: NDA કેવી રીતે કરશે 400 પાર? PM મોદીએ સમજાવ્યું 2014થી લઇને 2024 સુધીનું ગણિત

પીએમ મોદી અમદાવાદના મતદાન મથક પર કર્યું મતદાન

વડાપ્રધાન મોદી અને શાહ સોમવારે રાત્રે ગુજરાત પહોંચ્યા હતા. તેમણે આજે સવારે ગાંધીનગર લોકસભા બેઠક હેઠળના અમદાવાદ શહેરના મતદાન મથક પર મતદાન કર્યું છે. આ પછી તેમણે લોકોને મતદાન કરવા પહોંચવાની અપીલ પણ કરી હતી. જો ચૂંટણીલક્ષી ગતિવિધિની વાત કરીએ તો દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ મંગળવારે 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્રીજા તબક્કામાં ભાજપ માટે ઘણું દાવ પર લાગેલું છે, જેણે છેલ્લી સામાન્ય ચૂંટણીમાં ગુજરાત, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં સ્થિત આમાંથી મોટાભાગની બેઠકો જીતી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ