બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / સ્પોર્ટસ / Cricket / T20 World Cup પહેલા સાઉથ આફ્રિકા સાથે સિરીઝ રમશે ટીમ ઇન્ડિયા, આવી ગયું શેડ્યૂલ

સ્પોર્ટ્સ / T20 World Cup પહેલા સાઉથ આફ્રિકા સાથે સિરીઝ રમશે ટીમ ઇન્ડિયા, આવી ગયું શેડ્યૂલ

Last Updated: 03:06 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Women Cricket Team Latest News : ટીમ ઈન્ડિયા આ મહિનામાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ માટે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની યજમાની કરશે

Indian Women Cricket Team : ભારતીય મહિલા ક્રિકેટને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા માટે આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપ રમાશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની બીજી સિરીઝનું શેડ્યૂલ જાહેર થયું છે. ટીમ ઈન્ડિયા જૂન અને જુલાઈમાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ માટે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની યજમાની કરશે.

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમશે

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના એક અધિકારીએ જણાવ્યું છે કે, ODI અને T20 મેચ બેંગલુરુમાં રમાશે જ્યારે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાશે. ODI મેચ 16 જૂનથી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થશે જ્યારે એકમાત્ર ટેસ્ટ 28 જૂનથી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે. આ પછી ટીમો 5, 7 અને 9 જુલાઈએ T20 શ્રેણી માટે બેંગલુરુ પરત ફરશે.

વધુ વાંચો : MI Vs KKR: તો આ કારણે રોહિત શર્માનું પ્લેઈંગ ઈલેવનમાંથી પત્તુ કપાયુ, પીયુષ ચાવલાએ કર્યો ખુલાસો

પ્રથમ શ્રેણી રખાઇ હતી મુલતવી

નોંધનિય છે કે, વ્હાઈટ બોલ ફોર્મેટની સીરિઝ મૂળ રીતે ગયા વર્ષના અંતમાં રમવાની હતી પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે ભારતમાં આયોજિત 50 ઓવરના ICC મેન્સ વર્લ્ડ કપને કારણે તેને મુલતવી રાખવી પડી હતી. હવે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં એક ટેસ્ટ મેચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA) પરંપરાગત ફોર્મેટમાં વધુ મહિલા ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માંગે છે. ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં મુંબઈમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે એક-એક ટેસ્ટ રમી હતી. તે મેચોમાં ભારતે ઈંગ્લેન્ડને 347 રનથી અને ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી હરાવ્યું હતું, જે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ