બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / LSG vs MI: બેટ્સમેનની બે સિક્સર બાદ એવું શું થયું કે મેદાનની બહાર નીકળી ગયો અર્જુન તેંડુલકર, આ રહ્યું કારણ

IPL 2024 / LSG vs MI: બેટ્સમેનની બે સિક્સર બાદ એવું શું થયું કે મેદાનની બહાર નીકળી ગયો અર્જુન તેંડુલકર, આ રહ્યું કારણ

Last Updated: 09:48 AM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL 2024ની પોતાની છેલ્લી મેચ રમી. આ સીઝનમાં પહેલીવાર અર્જુન તેંડુલકરને પ્લેયિંગ-11નો ભાગ બનાવવામાં આવ્યો, પરંતુ તે બોલિંગ કરતી વખતે ઓવરની વચ્ચે જ મેદાનમાંથી બહાર ચાલ્યો ગયો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની તેની પ્રથમ મેચ દરમિયાન નિકોલસ પૂરને સતત બે છગ્ગા ફટકાર્યા પછી અર્જુન તેંડુલકરને ડગઆઉટમાં ભાગતો જોવામાં આવ્યો. અર્જુન તેંડુલકરને આ સિઝનમાં પહેલી વાર પ્લેયિંગ-11માં લાવવામાં આવ્યો હતો. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના સ્થાને અર્જુન તેંડુલકરને ટીમમાં લેવામાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપ 2024 પહેલા LSG સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. IPL 2024ની 67મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં અર્જુને બોલિંગ તો કરી પરંતુ પોતાની ત્રીજી ઓવરમાં તે મેદાન છોડીને બહાર જતો રહ્યો.

બે બોલમાં બે સિક્સર અને...

24 વર્ષીય અર્જુન તેંડુલકરે મેચમાં પોતાની પ્રથમ બે ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પોતાની પહેલી બે ઓવરમાં માત્ર દસ રન જ આપ્યા. પરંતુ આ ઓવરમાં તેને કોઈ સફળતા ન મળી. અર્જુને પોતાની ત્રીજી ઓવરની શરૂઆત કરી અને પહેલા બે બોલમાં જ લખનૌના બેટ્સમેન નિકોલસ પુરને બે છગ્ગા ફટકારી દીધા. આ પછી અર્જુન તેંડુલકર મેદાનની બહાર જ ચાલ્યો ગયો.

arjun-tendulkar-2

અર્જુન તેંડુલકર કેમ ગયો બહાર

ઈનિંગની 15મી ઓવર ફેંકવા આવેલા અર્જુન તેંડુલકરને બે બોલ બાદ મેદાનથી બહાર જવું પડ્યું. વાસ્તવમાં, તેને થોડી સમસ્યા લાગી અને તે પછી ફિઝિયો મેદાન પર આવ્યો. તે આગળ બોલિંગ કરવાની સ્થિતિમાં ન હતો, તેથી તેણે મેદાનથી બહાર જવું પડ્યું. આ પછી બાકી રહેલી ઓવર નમન ધીરે પૂરી કરી. તેના ચાર બોલમાં 2 છગ્ગા અને 1 ચોક્કા સહિત 17 રન બન્યા. આ આખી ઓવરમાં કુલ 29 રન થયા, જેમાં 4 છગ્ગા સામેલ હતા.

વધુ વાંચો: તો શું ગૌતમ ગંભીર બનશે ટીમ ઇન્ડિયાનો આગામી હેડ કોચ? IPL વચ્ચે BCCIએ સાધ્યો સંપર્ક

અર્જુને 5મી IPL મેચ રમી

2023માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કરનાર અર્જુન તેંડુલકરની આઈપીએલ કારકિર્દીની આ માત્ર 5મી મેચ હતી. આ સિઝનમાં તે પ્રથમ વખત બોલિંગ કરતો જોવા મળ્યો. ગઈ સિઝનમાં તેણે 4 મેચ રમી હતી, જેમાં તે 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જો કે આ મેચમાં અર્જુને 2.2 ઓવરની બોલિંગ કરી અને તેને કોઈ સફળતા ન મળી. તેની ઓવરમાં 22 રન બન્યા.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket LSG vs MI Sports IPL 2024 Arjun Tendulkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ